ગુજરાતના 41 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો

0
220

કચ્છના નખત્રાણામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો

પાંચ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ

ગુજરાતના 41 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છના નખત્રાણામાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે જૂનાગઢના મેંદરડામાં 1.70 ઈંચ, ઉપલેટામાં દોઢ ઈંચ અને કાલાવડમાં 1.4 ઈંચ વરસાદ પડ્યો છે. માવઠાના કારણે ચણા અને મગ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. અમરેલી, દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, સુરત, નવસારી, ડાંગી, તાપી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના પાંચ તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.