HomeGujaratબોટાદનાં લાઠીદડ સહીતના આસપાસના ગામોમાં કમોસમી વરસાદ

બોટાદનાં લાઠીદડ સહીતના આસપાસના ગામોમાં કમોસમી વરસાદ

ભાવનગર શહેરમાં પણ માવઠું, ઠેર ઠેર પાણી ભરાયા

બોટાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બોટાદ તાલુકાના લાઠીદડ સહિતના આસપાસના ગામોમાં માવઠું આવ્યું હતું. આ ઉપરાંત, ભાવનગર શહેરમાં ક્રેસન્ટ, જશોનાથ સર્કલ, દેસાઈ નગર, ચિત્રા, હાદાનગર, સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જેના કારણે અસહ્ય ગરમી અને બફારામાંથી મળી લોકોને રાહત મળી હતી. ભારે પવન સાથે વરસાદ આવતા અહીના અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments