ગુજરાતમાં વાવાઝોડાની હવામાન વિભાગે કરી આગાહી

0
49

ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. જે મુજબ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું પણ કહ્યું છે. હવામાનનું માનીએ તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.  તમને જણાવી દઇએ કે રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે, અત્યારે ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે. જોકે ટૂંક સમયમાં જ  ચોમાસું કેરળ પહોંચશે. આ સાથે કેરળ બાદ ચોમાસુ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત પહોંચશે.