Unity March :આણંદ જિલ્લામાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે તેમની કર્મભૂમિ કરમસદ ખાતેથી **‘રાષ્ટ્રીય એકતા યાત્રા’**નો ભવ્ય પ્રારંભ થયો. દેશભરમાંથી મહેમાનો, આગેવાનો અને ભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનગર ખાતે યોજાયેલી જનસભા દરમ્યાન આ યાત્રાને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી.

Unity March :152 કિમીની પદયાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે પૂર્ણ
આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૂર્ણ થશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા વિશેષરૂપે હાજર રહ્યા. બંને મુખ્યમંત્રીઓએ પદયાત્રામાં જોડાઈને સરદાર સાહેબને અભિવાદન કર્યુ.
Unity March :મહેમાનોની સરદાર સાહેબના પૈતૃક ઘરની મુલાકાત

કાર્યક્રમ પહેલાં વીવીઆઈપી મહેમાનો કરમસદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ઘરની મુલાકાતે પહોંચ્યા. ત્યાર બાદ વિધાનગર ખાતેની ભવ્ય જનસભામાં હાજરી આપી. સુરક્ષા અને વ્યવસ્થાના કડક બંદોબસ્ત વચ્ચે યાત્રાની શરૂઆત થઈ. યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ નાવલી ગામ ખાતે રહેશે.

Unity March : ‘દેશ માટે કામ કરવાથી મોટું સુખ નથી’: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરદાર સાહેબ કહેતા— “દેશ માટે કામ કરવાથી બીજો કોઈ આનંદ ન હોઈ શકે.” એમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રજા લીધા વગર જીવન દેશ માટે સમર્પિત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આપણે પણ આત્મનિર્ભર ભારતના સપના માટે સતત કાર્યરત રહેવું જોઈએ.
સરદાર સાહેબના વિચારો આજે પણ પ્રેરણા આપે છે
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઊભી થઈ— જે એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પનું પ્રતિક છે. જેમ સરદાર સાહેબે ખેડૂતો અને શ્રમિકોના હક્ક માટે લડ્યા, તેવી જ રીતે કેન્દ્ર સરકાર પણ લોકોના હિત માટે સતત કાર્યરત છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
Sanwariya Seth Temple:10 મિનિટના દર્શન, કરોડોનું દાન સાંવરિયા શેઠના ભંડારે મેવાડમાં મચાવી ધુમ




