સરકાર ન તો કોઈને બચાવી રહી છે કે ન તો બચાવવા ઈચ્છે છે : અનુરાગ
સરકાર ઈચ્છે છે કે નિષ્પક્ષ તપાસ થાય : અનુરાગ
છેલ્લા કેટલાય સમયથી કુશ્તીબાજો બ્રિજભૂષણસિંહ પર સરકાર એક્શન લે તેવી માંગ કરી રહ્યા છે. કુશ્તીબાજોનો આરોપ છે કે, સરકાર બ્રિજભૂષણસિંહને બચાવી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, “અમારી સરકાર રમતગમત અને ખેલાડીઓના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે અને રહેશે. જે ત્રણ કુશ્તીબાજોએ પોતાની વાત મૂકી, ત્યારે હું મારા બધા પ્રવાસ છોડીને દિલ્હી પાછો આવ્યો. અમે સતત બે દિવસ મળ્યા હતા. કુશ્તીબાજોએ આ અંગે બ્રિજભૂષણસિંહ સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી. અમે કુશ્તીબાજોને પૂછીને જ કમિટીની રચના કરી હતી. સમિતિએ પણ નિષ્પક્ષ તપાસ હાથ ધરી હતી. ન તો અમે કોઈને બચાવી રહ્યા છીએ અને ન તો કોઈને બચાવવા ઈચ્છીએ છીએ. ભારત સરકાર ઈચ્છે છે કે, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.”