રામ નવમી દરમિયાન બિહારના ઘણા ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી. ગૃહમંત્રી અમિત શાહે બિહારના રાજ્યપાલ સાથે રાજ્યની સ્થિતિને લઈને વાતચીત કરી છે. તેમણે બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર રાજ્યપાલ સાથે વાત કરી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે બિહારની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર અહીં વધુ અર્ધલશ્કરી દળો તૈનાત કરશે.ગૃહમંત્રીએ કહ્યું કે બિહારના સંવેદનશીલ વિસ્તારોમાં કેટલીક કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.અમિત શાહે જણાવ્યું હતું કે અર્ધલશ્કરી દળોની તૈનાતી રાજ્ય પોલીસને સહકાર આપવા અને રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 10 અર્ધલશ્કરી કંપનીઓ બિહાર મોકલવામાં આવી છે. જેમાં CRPF, SSB અને ITBPના જવાનોનો સમાવેશ થાય છે.
[/et_pb_text][/et_pb_column] [/et_pb_row] [/et_pb_section]