HomeDeshસાંસદ સંજય રાઉતને ધમકી આપનાર યુવક ઝડપાયો

સાંસદ સંજય રાઉતને ધમકી આપનાર યુવક ઝડપાયો

શિવસેનાના સાંસદ સંજય રાઉતને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેાવાલાની જેમ મારી નાખવાની ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. સંજય રાઉતને ધમકી આપનાર યુવકની ધરપકડ કરવવામાં આવી છે..પુણેથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ દારૂના નશામાં ધમકી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું છે. આમ છતાં પોલીસ દરેક શક્યતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ કરી રહી છે.પોલીસે જણાવ્યું હતું કે ‘આરોપી રાહુલ તળેકર કોઈ ગુનાહિત રેકોર્ડ ધરાવતો નથી. તેણે દારૂના નશામાં મેસેજ કર્યો હોવાનો પૂછપરછમાં દાવો કર્યો હતો.બીજી તરફ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રાથમિક તપાસને આધારે કહ્યું હતું કે આરોપીએ દારૂના નશામાં ધમકી આપી હતી. ફડણવીસે ખાતરી આપી હતી કે વિગતવાર તપાસ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments