Home Desh ભારતમાં બેરોજગારીનો દર 3 મહિનાના સર્વોચ્ચ સ્તરે

ભારતમાં બેરોજગારીનો દર 3 મહિનાના સર્વોચ્ચ સ્તરે

0
439

ભારતમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે.હવે ભારતમાં બેરોજગારી અંગે ચોંકવાનારા આંકડા સામે આવ્યાં છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) એ ભારતમાં બેરોજગારીના આંકડા જાહેર કર્યા છે. આ ડેટા અનુસાર માર્ચ મહિનામાં ભારતમાં બેરોજગારીનો દર ઝડપથી વધ્યો છે, જે ત્રણ મહિનાની ટોચે પહોંચી ગયો છે. આ બેરોજગારી એવા સમયે સામે આવી છે જ્યારે ભારત સહિત વૈશ્વિક સ્તરે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. ઘણી દિગ્ગજ કંપનીઓએ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે અને આ આંકડો વધુ વધી શકે છે. દેશમાં બેરોજગારીનો દર ડિસેમ્બર 2022માં વધીને 8.30 ટકા થઈ ગયો હતો, પરંતુ જાન્યુઆરીમાં ઘટીને 7.14 ટકા થઈ ગયો હતો. શનિવારે જાહેર કરાયેલા CMIE ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં બેરોજગારી ફરી વધી અને તે વધીને 7.45 ટકા થઈ ગઈ. જ્યારે માર્ચના નવા ડેટા અનુસાર ભારતમાં બેરોજગારી દર 7.8 ટકાના ઉચ્ચ સ્તરે છે. CMIEના ડેટા અનુસાર ભારતના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર માર્ચમાં 8.4 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી 7.5 ટકા છે. CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું કે માર્ચ 2023માં ભારતનું લેબર માર્કેટ પર માઠી અસર થઈ છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે