તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા- નિર્માતા અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ

0
202

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માંના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ મુંબઈ પોલીસે નોંધી છે. નિર્માતા અસિત મોદીઅને અન્ય બે વિરુદ્ધ FIR થયા બાદ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં ના નિર્માતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354A જાતીય સતામણી અને 509 માં શબ્દ ,હાવભાવ ,અથવા કે કૃત્ય જેનાથી સ્ત્રીની વિનમ્રતાનો આક્રોશ ઉભો કરે છે. તેના હેઠળ મુંબઈના પવઈ પોલીસે આ સીરીયલ સાથે સંકળાયેલા ત્રણ લોકો સામે કેસ નોંધાયો છે.

અહી ઉલ્લેખનીય છેકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરીયલની અભિનેત્રીએ ગયા મહીને પોલીસ અને રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે જાતીય સતામણીનો આરોપ અસિત મોદી વિરુદ્ધ લગાવ્યો હતો. જયારે શોના નિર્માતા અસિત મોદીએ આ આરોપો નકારી કાઢ્યા હતા. અને આ અભિનેત્રીને શો માંથી બહાર કરવામાં આવી હતી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા- નિર્માતા અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ

અહી ઉલ્લેખનીય છેકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સીરીયલ છેલ્લા પંદર વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે અને ભારત સહિત દુનિયાભરમાં દર્શકોને હાસ્ય મનોરંજન પુરૂ પાડે છે. ગુજરાતના જાણીતા હાસ્ય લેખક સ્વ.તારક મહેતા ની સાપ્તાહિક શ્રેણી દુનિયાના ઉંધા ચશ્માં પરથી આ ધારાવાહિક ભારતીય ટેલિવિઝનના ઇતિહાસની સૌથી લાંબી ધારાવાહિક છે. અને આ ધારાવાહિક શૂટિંગ માટે દાદા સાહેબ ફિલ્મ સીટીમાં સેટ બનાવ્યો છે અને તે પણ ફિલ્મ સિટીની મુલાકાત લેતા મુલાકાતીઓને આકર્ષિત કરે છે.

આ ટીવી સીરીયલ ના અનેક અભિનેત્રી અને અભિનેતાઓએ આ શો છોડ્યો છે. જેમાં દિશા વાકાણી, ભીડે પરિવારની દીકરીનું પાત્ર સોનું અને જાણીતો ચહેરો ટપુ હોય કે સોઢી પરિવારના સભ્યો હોય  આ તમામે કોઈને કોઈ કારણો સર શો છોડીને અનેક વિવાદો પર ભૂતકાળમાં ચર્ચા કરી છે. અને આ તમામ કલાકારોએ પણ પોતાના વેતન અને કરેલા કરારો પર શો છોડ્યા પછી આરોપો કર્યા છે.

આ ટીવી સીરીયલના તમામ પાત્રોએ ભારતીય દર્શકો પર ઊંડી છાપ છોડી છે. તેમાં ખાસ કરીને નટુકાકાના પત્રમાં ઘનશ્યામ નાયક હોય કે દયા ભાભી ના પાત્ર માં દિશા વાકાણી અને જેઠા લાલ અને ચંપક કાકા આ તમામ પાત્રોએ મનોરંજનની દુનિયામાં એક જગ્યા બનાવી છે . અહી ઉલ્લેખનીય છેકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ઘણા સમયથી વિવાદમાં છે . અહે ચર્ચા થઇ રહી છેકે શું આ ફરિયાદ થયા પછી આ શો બંધ થશે ?