પીએમ મોદીએ કહ્યું ” નમો ભારત ” – નવા ભારતનો સંકલ્પ

1
185
પીએમ મોદીએ કહ્યું " નમો ભારત " - નવા ભારતનો સંકલ્પ
પીએમ મોદીએ કહ્યું " નમો ભારત " - નવા ભારતનો સંકલ્પ

દિલ્હી – મેરઠ રેપીડએકસન રેલ ઉદ્ઘાટન સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ” નમો ભારત ” ટ્રેનને લીલી ઝંડી આપીને જાહેર સભાને સંબોધન કર્યું. પીએમ મોદીએ સાહિબાબાદ રેપીડએક્સ સ્ટેશન પર દિલ્હી – ગાઝીયાબાદ મેરઠ RRTS કોરીડોરનું ઉદ્ઘાટન કર્યું . પીએમ મોદીએ ટ્રેનને લીલીઝંડી બતાવી . આ ટ્રેન પ્રથમ તબક્કામાં સાહિબાબાદથી દુહાઈ સુધી દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતી વખતે કહ્યું કે દિલ્હી મેરઠનો આ 80 કિલોમીટરથી વધુનો પ્રથમ તબક્કો માત્ર શરૂઆત છે પ્રથમ તબક્કામાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા રાજસ્થાનના ઘણા વિસ્તારોને આવરી લેવામાં આવશે. ” નમો ભારત ” ટ્રેન દ્વારા આ તમામ વિસ્તારને જોડવામાં આવશે અને વિસસની સાથે સાથે આ તમામ વિસ્તારોમાં રોજગારી પણ ઉપલબ્ધ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બદલતા ભારતની તસ્વીર છે. દેશવાસીઓનું જીવન ધોરણ સુધરે , લોકો સારી હવા શ્વાસમાં લઇ શા શકે , વાહન વ્યહવાર, સારા અને આધુનિક સાધનોનો વપરાશ અને સગવડ મળે તે જોવાનું કામ સરકારનું છે અને અમારી સરકાર આ કામ પર ભાર મુકીને આગળ વધી રહી છે. ભારતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ પાછળ જે ખર્ચ અમારી સરકાર કરી રહી છે તે આ અગાઉની સરકારે ક્યારેય નથી કર્યો.

પીએમ મોદીએ કહ્યું કે રાજ્યોના વિકાસથી જ ભારતનો વિકાસ શક્ય છે. આજે બેંગલુરમાં પણ બે મેટ્રો લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે બેંગલુરની IT હબની કનેક્ટ સુવિધાઓમાં વધારો કરશે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ” નમો ભારત ” ટ્રેનમાં આધુનિકતાની સાથે ઝડપ પણ છે. આ નમો ભારત ટ્રેન નવા ભારતની નવી યાત્રા છે. અને નવા સંકલ્પોને સાકાર કરી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે હવે મને પણ આ આધુનિક ટ્રેનમાં મુસાફરી કરવાનો અનુભવ મળ્યો છે. મે મારું બાળપણ રેલવે પ્લેટફોર્મ પર વીત્યું છે . અને આજે આ રેલ્વેનું નવું સ્વરૂપ મને સૌથી વધારે આકર્ષિત કરે છે. અને ખુશ કરે છે. આપણી પાસે નવરાત્રી દરમિયાન દરેક શુભ કાર્ય કરવાની પરંપરા છે. દેશની પ્રથમ ” નમો ભારત ટ્રેનને પણ માતા કાત્યાયની માતાના આશીર્વાદ મળ્યા છે. આ નવી ટ્રેનમાં લોકો પાયલટ થી લઈને તમામ કર્મચારીઓ મહિલાઓ છે. જે ભારતની મહિલા સંચાલી પ્રથમ ટ્રેન છે અને નારીશક્તિનું પ્રતિક પણ છે. : નમો ભારત ટ્રેન નવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અને આજે પ્રથમ નમો ભારત ટ્રેન રાષ્ટ્રને સમાપિત કરવામાં આવી છે તે બદલતા ભારતના દર્શન કરાવે છે.

1 COMMENT

Comments are closed.