Home Main ‘મારા માટે અરિજિતનું પહેલું ગીત’ : ટાઇગર 3 ગીત વિશે સલમાનની જાહેરાત

‘મારા માટે અરિજિતનું પહેલું ગીત’ : ટાઇગર 3 ગીત વિશે સલમાનની જાહેરાત

0
436
#PyaarHaiTohHaiInTheatres
#PyaarHaiTohHaiInTheatres

Arjit Singh : બોલિવૂડમાં ભાઇજાન સાથે કોઈ પણ પંગો લેવાની હિંમત કરતુ નથી, સલમાન ખાન સાથે ગડબડ ન કરો નહીંતર બોલિવૂડમાં તમારી કારકિર્દી ખતમ થઈ જશે. એવું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો કહેશે. ઘણા લોકોની કારકિર્દી બનાવનાર ભાઈજાનને હિન્દી ફિલ્મના સુપરસ્ટાર વિવેક ઓબેરોય સહિત ઘણાની કારકિર્દી બરબાદ કરવા માટે પણ જાણીતા છે. એવા ઘણા લોકો છે જેમણે સલમાન ખાનને કઈક ખટક્યું તો તમારી ખેર નહિ. જેમાં અરિજિત સિંઘ (Arjit Singh)નો પણ સમાવેશ થાય છે,  જેમને સુલતાનની જાહેરમાં માફી માંગવા છતાં તેને સલમાન ખાન દ્વારા બાયકોટ કરવામાં આવ્યો હતો.

ટાઇગર 3 (#Tiger3) ના નિર્માતાઓએ તેમના ચાહકોને લેકે પ્રભુ કા નામ (#PyaarHaiTohHaiInTheatres) નામના ફિલ્મના પ્રથમ ગીતની ઝલક સાથે ટીઝર રીલીઝ કર્યું છે. ફિલ્મના મુખ્ય કલાકારો સલમાન ખાન અને કેટરિના કૈફ દ્વારા શેર કરવામાં આવેલ ફોટોમાં તેઓ પાર્ટી વેરમાં જોવા મળે છે. આ ઉપરાંત આ પહેલીવાર છે જ્યારે અરિજીત સિંહે સલમાન ખાન માટે ગાયું છે, ગીત શેર કરતાં સલમાન ખાને લખ્યું,

“પહેલે ગાને કી પહેલે ઝલક. લેકે પ્રભુ કા નામ. ઓહ હાં, યે હૈ અરિજીત સિંહ કા પહેલું ગાના. ફક્ત મારા માટે (પ્રથમ ગીતની પ્રથમ ઝલક. ઓહ BTW, આ મારા માટે અરિજિતનું પહેલું ગીત છે).” (#LekePrabhuKaNaam #Tiger3)

આ ગીત 23 ઓક્ટોબરે બહાર પડશે. ટાઇગર 3 (Tiger 3) દિવાળીના રોજ 12મી નવેમ્બરે સિનેમાઘરોમાં આવી રહ્યું છે. તે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

અગાઉ અરિજિત સિંહે (Arjit Singh) સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ માટે જગ ઘૂમ્યા ગાયું હતું. જો કે બાદમાં, આ ગીત  રાહત ફતેહ અલી ખાનના અવાજમાં ફરીથી રેકોર્ડ કરી રીલીઝ કરવામાં આવ્યું. 2016 માં, અરિજિત સિંહે ફેસબુક પર એક પોસ્ટ કરી અને પછીથી તેને ડિલીટ કર્યું હતું. જેમાં તેણે સલમાન ખાનની માફી માંગી અને વિનંતી કરી કે તેના અવાજમાં સુલતાનનું ગીત રાખવામાં આવે, અરિજિત સિંહે (Arjit Singh) નોટમાં એમ પણ કહ્યું હતું કે તેણે સલમાન ખાનની ઘણી વખત ટેક્સ્ટ અને રૂબરૂમાં માફી માંગવાનો પ્રયાસ કર્યો હતો.

અરિજિત સિંહે (Arjit Singh) પાછળથી ખુલાસો કર્યો હતો કે થોડા વર્ષો પહેલા એક એવોર્ડ ફંક્શનમાં કરેલી ટિપ્પણીઓથી સલમાન ખાન નારાજ થયા હતા. અરિજિત સિંહે એમ પણ કહ્યું હતું કે તેમને આશા છે કે અભિનેતા કોઈ દિવસ તેમને “માફ” કરશે.

ટાઇગર 3, ટાઇગર ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે, આ એક્શન ફિલ્મમાં ઈમરાન હાશ્મી (#EmraanHashmi) વિલનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન કેમિયો કરતા પણ જોવા મળશે. ટાઇગર 3 પહેલા, સલમાન ખાન (#SalmanKhan) અને શાહરૂખ ખાન સિદ્ધાર્થ આનંદની બ્લોકબસ્ટર પઠાણ (#YRFSpyUniverse) માં સાથે જોવા મળ્યા હતા. મનોરંજન અને બોલીવૂડના વધુ સમાચાર વાંચવા અહી કલિક કરો –

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે