હરિયાણામાં મિશન બુનિયાદ શિક્ષણ વ્યવસ્થા અને સમાજના ગરીબ અને વંચિત બાળકો માટે ચાલી રહ્યું છે . હરિયાણામાં જયારે આ મિશન શરૂઆત થઇ ત્યારે ખાસ નોંધ લેવાઈ ન હતી પરંતુ જયારે હરિયાણાના પાનીપતમાં એક પૂલ નીચે શરુ થયેલું મિશન આજે સફળ રહ્યું છે અને આજે ગરીબીને કારણે ઘણા બાળકો ભણવાનું છોડી દેતા હોય છે. અનેક પરિવારો ઓછી આવક ધરાવતા હોવાથી આજના સમયમાં મોઘું શિક્ષણ બાળકોને આપી નથી શકતા ત્યારે હરિયાણા સરકાર દ્વારા મિશન બુનિયાદ વર્ષ ૨૦૧૪માં શરુ કરવામાં આવ્યું હતું. અને પૈસા અને સંસાધનોનો અભાવ ગરીબ પરિવારોને સતાવતો હોય ત્યારે એક સમૃદ્ધ પરિવારની જેમજ ગરીબ બાળક પણ શિક્ષણ મેળવી શકે તે મુખ્ય હેતુ સાથે મિશન બુનિયાદ સફળતા પૂર્વક આજે રાજ્યમાં કામ કરી રહ્યું છે. હરિયાણામાં ચાલી રહેલા મિશન બુનીયાદની વાત કરીએ તો રાજ્યના હજારો બાળકો મફતમાં સ્માર્ટ એજ્યુકેશન મેળવી રહ્યા છે.
મિશન બુનિયાદ હેઠળ ભણતા બાળકોના સારા પરિણામને જોઇને સરકાર પણ મિશન બુનિયાદને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ બાળકોનું ભવિષ્ય સુધરે અને બકલો IIT, NEET, NDA,JE, પરીક્ષાઓ પાસ કરીને ઉચ્ચ કક્ષાએ સ્થાન પામી રહ્યા છે. પાણીપતમાં એક પૂલ નીચે શરૂ થયેલી મિશન બુનિયાદની વાત કરીએ તો હાલ શહેરમાં પાંચ કેન્દ્રોમાં બાળકો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. પાણીપત કરનાલ સંયોજક શ્રવણ કુમાર જણાવે છેકે મિશન બુનિયાદનો હેતુ પાયો મજબુત કરવાનો છે અને ગરીબ અને સામાન્ય પરિવારોના બાળકોને યોગ્ય શિક્ષા મળી રહે અને આવનારા ભવિષ્યમાં પોતાની સફળ કારકિર્દી બનાવી શકે તે છે. મિશન બુનિયાદની સફળતા પછી બાળકોના વાલીઓને પણ ગર્વ થઇ રહ્યો છે . આ મિશન અંતર્ગત સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની એક પરીક્ષા લેવામાં આવે છે અને પછી જયારે પરિણામો આવે છે ત્યારે સુપર 100માંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવે છે અને મિશન બુનીયાદમાં સરક દ્વારા મફત શિક્ષણ આપવામાં આવે છે.
આ મિશન હેઠળ ભણતા બાળકોના પરિણામો જોઇને સરકાર પણ આર્થીક મદદ ઉપરાંત સાધન સંસાધન પુરતું પડી રહી છે. વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસની સુવિધા અને આધુનિક સમય સાથે બાળકો તાલમેલ સાચવીને શિક્ષણ અપાઈ રહ્યું છે. આ મિશન દરમિયાન વિદ્યાર્થીઓની શંકાનું સમાધાન કરવા તજજ્ઞ શિક્ષકની નિમણુક પણ કરવામાં આવી છે. અને હરીનાયામાં મિશન બુનિયાદ સાચા અર્થમાં કામિયાબ થઇ રહ્યું છે.