યુક્રેનિયન ઉપ-વિદેશમંત્રીનું ભારતને લઇ મોટું નિવેદન

0
38
વૈશ્વિક ખેલાડી તરીકે ભારત ખરેખર વિશ્વમાં અગ્રેસર : ઝાપરોવા
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધને ૧ વર્ષથી વધુ સમય થયો છે તે છત્તા બન્ને દેશમાંથી કોઇપણ પીછેહઠ કરવા તૈયાર નથી. તે વચ્ચે યુક્રેનના ઉપ વિદેશમંત્રી એમીન ઝાપરોવા ભારતની મુલાકાતે આવ્યા છે. તેમણે કહ્યું છે કે, “યુક્રેને ક્યારેય અન્ય કોઈ દેશ પર હુમલો કર્યો નથી. અમે બિનજરૂરી યુદ્ધનો ભોગ બન્યા છીએ. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ યુદ્ધનો યુગ નથી અને અમે તેને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ, પરંતુ કમનસીબે અમે આક્રમક દેશથી ઘેરાયેલા છીએ. અમે ભારતને તેના આર્થિક સંબંધો અંગે કોઈ પણ રીતે નિર્દેશ આપી શકતા નથી. અમે ભારતને તેના આર્થિક સંબંધો અંગે કોઈ પણ રીતે નિર્દેશ આપી શકતા નથી. અમને લાગે છે કે, ભારતે તેના સંસાધનોમાં વિવિધતા લાવવી જોઈએ, માત્ર ઉર્જા ક્ષેત્રે જ નહીં પરંતુ તેની સૈન્ય ક્ષેત્રે પણ, કારણ કે, જ્યારે અમે સંપૂર્ણપણે રશિયા પર નિર્ભર હતા, ત્યારે તેઓએ તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો, જેથી સૈન્ય કરારો અને રાજકીય વાટાઘાટોમાં ભારતે વ્યવહારિક હોવું જોઈએ. જો મારા રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદી સાથે વાત કરશે તો તેઓ ચોક્કસપણે તેમને યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપશે. મને લાગે છે કે, વૈશ્વિક ખેલાડી તરીકે ભારત ખરેખર વિશ્વમાં અગ્રેસર છે.”