HomeDeshજોશીમઠથી બે દિવસીય ઓલી મેરેથોન યોજાઈ

જોશીમઠથી બે દિવસીય ઓલી મેરેથોન યોજાઈ

ઉત્તરાખંડમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા સરકાર તત્પર : CM

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ જોશીમઠથી બે દિવસીય “ઓલી મેરેથોન”ને લીલી ઝંડી બતાવી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ભૂસ્ખલન પ્રભાવિત જોશીમઠ વિશે કહ્યું કે શહેર હવે સુરક્ષિત છે અને લોકોના મનમાં કોઈ ડર નથી. મંદિરોના આ શહેરમાં સલામત જોશીમઠનો સંદેશ આપવા માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.નરસિંહ અને નવ દુર્ગા મંદિરોના પરિસરમાં આયોજિત સમારોહને સંબોધતા ધામીએ કહ્યું, “આટલા મોટા પાયે મેરેથોન જોશીમઠથી શરૂ થાય છે તે અમારા માટે ગર્વની વાત છે. અમે ઉત્તરાખંડમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અન્ય ઘણા પગલાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments