TTDI : વર્લ્ડ ઇકોનોમિક ફોરમે વિશ્વના ટ્રાવેલ અને ટુરિઝમની દ્રષ્ટિએ બેસ્ટ દેશોની યાદી બહાર પાડી, ભારત આવ્યું 39માં નંબરે, જાણો કયા દેશો છે ટોપ-10માં     

0
231
TTDI
TTDI

TTDI :  ભારત માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024માં ભારત 39માં સ્થાને પહોંચી ગયું છે, જે 2021માં તેના 54મા સ્થાને હતું, ભારતમાં રોગચાળા અને બીમારીની ગંભીર સ્થિતિ હોવા છતાં ભારતનો આ આંકનો સુધારો ઘણો મહત્વનો છે,  વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા  ટ્રાવેલ અને ટુરિઝમની દ્રષ્ટિએ કયા દેશો best છે તેની યાદી બહાર પાડવામાં આવી છે,  જેમાં ભારત વિશ્વના 39માં ક્રમે પહોંચ્યું છે, આ પહેલા ૩ વર્ષ પહેલા આ યાદીમાં ભારતનો 54 મો નંબર હતો, 

TTDI

TTDI :  વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જાહેર કર્યો ઇન્ડેક્સ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમએ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ (TTDI) બહાર પાડ્યો છે. આ યાદીમાં સૌથી પહેલા નંબરે જગત જમાદાર અમેરિકાને પહેલો નંબર આપવામાં આવ્યો છે, જયારે તેના બાદ સ્પેન, ફ્રાંસ, જાપાન, ઓસ્ટ્રેલીયા અનુક્રમે ૨.૩.4.5 સ્થાને આવે છે, આજે અમે તમને દુનિયાના ટોપ 10 દેશો વિશે બતાવીશું જ્યાં તમે ફરવા માટે જઈ શકો છો,   

TTDI

TTDI : વર્લ્ડ ઇકોનોમિક ફોરમ શું છે ?

     • તેની સ્થાપના 1971માં ક્લાઉસ શ્વાબ દ્વારા કરવામાં આવી હતી.

     • તે જાહેર-ખાનગી સહકાર માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.

     • તેનું મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં છે.

TTDI :  ભારત આ બાબતોમાં ટોપ -10 માં

TTDI

જોકે ઘણી એવી પણ બાબતો છે જેમાં ભારત ટોપ 10માં સ્થાન મેળવ્યું છે, જેમકે   કુદરતી સંસાધનોમાં ભારતનું (6ઠ્ઠું), સ્થાન આપવામાં આવ્યું છે , સાંસ્કૃતિક સંસાધનોમાં ભારત વિશ્વમાં (9માં ) નંબરે આવે છે જયારે નોન-લેઝર રિસોર્સિસમાં પણ ભારત વિશ્વમાં (9મુ) સ્થાન જાળવી રાખ્યું છે . આ તમામ સંસાધન શ્રેણીઓમાં ટોચના 10માં સ્થાન મેળવનાર માત્ર ત્રણ દેશોમાં ભારત એક છે.2019 ની સરખામણીમાં ઘટાડા છતાં, ભારત પ્રવાસ અને પર્યટનમાં સ્થિરતાના સંદર્ભમાં હજુ પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે.

TTDI :  આ ઇન્ડેક્સમાં વિશ્વના 119 દેશો કરાયા સામેલ 

ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે સતત વિકાસને ધ્યાનમાં લેતી દેશની નીતિઓ પરથી TTDI ઇન્ડેક્સમાં દેશનું લિસ્ટિંગ કરવામાં આવે છે. વર્ષ 2024 માટે આ ઇન્ડેક્સમાં 119 દેશને સામેલ કરવામાં આવ્યા હતા. એમાંથી ટોપ 10 દેશનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. 

TTDI ઇન્ડેક્સમાં ટોપ 10 દેશો

1. અમેરિકા: વર્ષ 2023માં અમેરિકામાં 80 મિલિયન વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જેનું દેશની જીડીપીમાં 1.8 ટ્રિલિયન ડોલરનું યોગદાન હતું. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે અમેરિકાને 5.24 રેટિંગ આપ્યું છે.

2. સ્પેન: સ્પેન તેની વાસ્તુકળા માટે પ્રસિદ્ધ છે. વર્ષ 2023 માં, 70 મિલિયન પ્રવાસીઓએ સ્પેનની મુલાકાત લીધી હતી, જેથી 150 બિલિયન ડોલરની આવક થઇ હતી. સ્પેનને 5.18નું રેન્કિંગ મળી છે.

3. જાપાન: પરંપરા અને મોર્ડન પરંપરાનો સમન્વય કહી શકાય એવા આ દેશની મુલાકાતે ગયા વર્ષે 30 મિલિયન વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. તેમનાથી જાપાનને 300 અબજ ડોલરનો ફાયદો થયો હતો. આ ઇન્ડેક્સમાં જાપાનનું રેન્કિંગ 5.09નું છે. 

4. ફ્રાંસ: એફિલ ટાવરના કારણે ફ્રાંસ ખૂબ જ પ્રખ્યાત છે. દર વર્ષે 80 મિલિયન પ્રવાસીઓ ફ્રાન્સની મુલાકાત લે છે, જે 200 બિલિયન ડોલરની પ્રવાસન આવક ઊભી કરે છે. તેને 5.07 રેટિંગ મળ્યું છે.

5. ઓસ્ટ્રેલિયા: કુદરતી સૌંદર્ય અને વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓ ધરાવતા આ દેશમાં વર્ષ 2023માં 80 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જેનાથી દેશની અર્થવ્યવસ્થાને 60 અબજ ડોલરનો ફાયદો થયો હતો. તેને 5.00 રેટિંગ મળ્યું છે.

6. જર્મની: ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઈન્ડેક્સમાં જર્મનીને પણ 5 રેટિંગ મળ્યું છે. આ દેશમાં તમને હરવા-ફરવા માટે અનેક પ્રકારની સુવિધાઓ મળી રહે છે.

7. બ્રિટન (યુનાઇટેડ કિંગડમ):  બ્રિટનમાં મોટી સંખ્યામાં ભારતીયો ફરવા જાય છે. આ દેશ 4.96 રેટિંગ સાથે ટ્રાવેલ અને ટુરીઝમના મામલામાં બેસ્ટ છે.

8. ચીન:  આ લિસ્ટમાં ચીનનું નામ નવાઈ પમાડે એવું છે. પરંતુ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ WEF અનુસાર આ દેશ 4.94 રેટિંગ સાથે આઠમો સર્વશ્રેષ્ઠ દેશ છે.

9. ઇટલી: ઇટલી 4.90 રેટિંગ સાથે વિશ્વનો નવમો દેશ છે, જે ટ્રાવેલ અને ટુરિઝમની દુનિયામાં શ્રેષ્ઠ દેશ છે.

10. સ્વિટ્ઝર્લૅન્ડ:  સ્વિત્ઝરલેન્ડનું નામ 10મા અને છેલ્લા નંબર પર છે, જેને 4.81 રેટિંગ મળ્યું છે. સ્વિત્ઝર્લેન્ડ હંમેશા ભારતીયોની વિશ લિસ્ટનો હિસ્સો રહ્યું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો