RAJKOT TRP GAME ZONE FIRE : આ ગેમ ઝોન નહિ મોતનો ઝોન, રાજકોટ TRP ગેમઝોનની આગમાં 20 થી વધુના મોતનો સ્થાનિક મીડિયાનો દાવો, નાટકીય ઢબે અપાયા તપાસના આદેશ    

0
742
RAJKOT TRP GAME ZONE FIRE
RAJKOT TRP GAME ZONE FIRE

RAJKOT TRP GAME ZONE FIRE : રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા, આ આગમાં સ્થાનિક અખબારના દાવા પ્રમાણે બાળકો સહીત 20 થી વધુ લોકોના મોત નીપજ્ય હતા, અને 10થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયા છે. હજુ મૃત્યાંક વધે તેવી શક્યતા છે 

RAJKOT TRP GAME ZONE FIRE

આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ ઘટનાસ્થળે  હતા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું

RAJKOT TRP GAME ZONE FIRE :  રાજકોટમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ

રાજકોટમાં આવડી મોટી ઘટના બાદ તંત્ર દ્વારા આગામી સુચના સૂધી રાજકોટના તમામ ગેમઝોન બંધ કરવા આદેશ આપી દીધા છે, 11 લોકોના મોત બાદ જાગેલું તંત્ર સાબિત કરે છે કે રાજકોટમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ વ્યાપી રહી છે, આ બાળકોના મોતના જવાબદાર કોણ છે તેનો તંત્રએ જવાબ આપવો જ પડશે,    

RAJKOT TRP GAME ZONE FIRE :  અપાયા નાટકીય તપાસના આદેશ    

રાજકોટ સયાજી હોટલ પાછળ ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગ ભભુકતા સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 22  મૃતદેહ મળ્યા છે, આ કરુણાંતિકાને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટના જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને વિગતો મેળવી છે આ દુર્ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરી છે,

 RAJKOT TRP GAME ZONE FIRE :  ગેમ સંચાલક ભૂગર્ભમાં

દરમિયાન આ દુર્ઘટનાને પગલે ગેમ સંચાલક ભૂગર્ભ ઉતરી ગયો છે, ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ જાડેજા હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે  હાલમાં રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ અપાય છે  ફાયર સેફટી સહિતના તમામ બાબતે તમામ ગેમ ઝોનની તપાસ થશે

અત્યાર સુધીમાં 22 વ્યક્તિના મૃત્યુ થયાનું સામે આવ્યું, કોઈના પણ મૃતદેહ ઓળખી શકાય તેમ ન હોય ડીએનએ તપાસ બાદ જ ઓળખ થશે.

બે મહિના પહેલાં પણ બોપલમાં TRP મોલમાં આગ લાગી હતી


ઉલ્લેખનીય છે કે, અમદાવાદના બોપલમાં TRP મોલમાં પણ બે મહિના પહેલાં ભીષણ આગ લાગી હતી. મોલમાં પાંચમા માળે આવેલા બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી. જેમાં પાંચમાં માળથી આગ પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં તમામ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો