HomeVadodaraTragic Loss in Vadodara: ભીમપુરા કેનાલમાં ડૂબી જવાથી ગોત્રી હોસ્પિટલના યુવાન રેસિડેન્ટ...

Tragic Loss in Vadodara: ભીમપુરા કેનાલમાં ડૂબી જવાથી ગોત્રી હોસ્પિટલના યુવાન રેસિડેન્ટ ડોક્ટરનું કરૂણ મોત, સમગ્ર તબીબી આલમમાં શોકની લહેર

Tragic Loss in Vadodara: શહેરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ભીમપુરા વિસ્તાર પાસેથી પસાર થતી કેનાલમાં ડૂબી જવાથી ગોત્રી હોસ્પિટલના એક હોનહાર રેસિડેન્ટ તબીબનું કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે મૃતકના પરિવારજનો તેમજ તબીબી આલમમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

Tragic Loss in Vadodara: મિત્રો સાથે ફરવા ગયા હતા ડોક્ટર દર્શન ડોડીયા

Tragic Loss in Vadodara

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોત્રી સરકારી હોસ્પિટલના ડર્મેટોલોજી વિભાગમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટર દર્શન ડોડીયા પોતાના મિત્રો સાથે ભીમપુરા કેનાલ વિસ્તારમાં ફરવા ગયા હતા. આ દરમિયાન અચાનક સર્જાયેલી દુર્ઘટનામાં તેઓ કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા.

Tragic Loss in Vadodara

Tragic Loss in Vadodara: પોલીસે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો

Tragic Loss in Vadodara

ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટી તંત્ર તરત જ દોડી આવ્યા હતા. બચાવ કામગીરી હાથ ધરીને કેનાલમાંથી ડૉ. દર્શન ડોડીયાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.

મૂળ ખંભાતના વતની હતા તબીબ

Tragic Loss in Vadodara

દુર્ઘટનાનો ભોગ બનેલા યુવાન તબીબ ડૉ. દર્શન ડોડીયા મૂળ ખંભાતના વતની હતા. તેઓ વડોદરામાં રહીને તબીબી ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હતા. અચાનક બનેલી આ આકસ્મિક ઘટનાથી પરિવારના વ્હાલસોયા પુત્રના ગુમાવવાથી સ્વજનો પર દુઃખનો આભ તૂટી પડ્યો છે તેમજ ગોત્રી હોસ્પિટલના સાથી તબીબો અને મિત્રોમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: વડોદરાવાસીઓ માટે ખુશખબર: લાલબાગ બ્રિજ નીચે વિકસાવાયું નવું નજરાણું ‘લાલબાગ ઓએસિસ’

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments