Home State Gujarat Tragedy Near Mehsana: બહુચરાજી મેળામાં માતમ: પૂરપાટ ઝડપે આવતી ટ્રકે પદયાત્રીઓના સંઘને...

Tragedy Near Mehsana: બહુચરાજી મેળામાં માતમ: પૂરપાટ ઝડપે આવતી ટ્રકે પદયાત્રીઓના સંઘને કચડ્યો, 2ના મોત અને 7 ગંભીર

0
280
Tragedy Near Mehsana
Tragedy Near Mehsana

Tragedy Near Mehsana: ચૈત્રી પૂનમના પવિત્ર પર્વે માઁ બહુચરના દર્શને જઈ રહેલા પદયાત્રીઓ માટે કાળમુખો ટ્રકચાલક આફત બનીને આવ્યો હતો. મહેસાણા જિલ્લાના નવા દેલવાડા પાસે 30 માર્ચની મોડી રાત્રે બનેલા ભયાનક અકસ્માતમાં બે માઈભક્તોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 7 શ્રદ્ધાળુઓ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ભેગા થયા છે.

Tragedy Near Mehsana: ભક્તિમય માહોલ ચીસિયારીઓમાં ફેરવાયો

Tragedy Near Mehsana

સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામના આશરે 60 જેટલા શ્રદ્ધાળુઓનો સંઘ જય ઘોષ સાથે બહુચરાજીના મેળામાં ભાગ લેવા જઈ રહ્યો હતો. રાત્રે 10 વાગ્યાની આસપાસ જ્યારે સંઘ નવા દેલવાડા પાસે પહોંચ્યો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક બેફામ ટ્રકચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે હાઈવે પર લોહીના ફુવારા ઉડ્યા હતા અને પદયાત્રીઓની ચીસિયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

Tragedy Near Mehsana: ઘટનાસ્થળે જ બે યુવકોના કરુણ મોત

Tragedy Near Mehsana

આ અકસ્માતમાં સંઘમાં ચાલી રહેલા બે યુવકોએ જીવ ગુમાવ્યા છે:

  1. ઠાકોર દલપતજી પારખાનજી
  2. લાલાજી નાગજીજી

બંને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. અકસ્માત બાદ બીજા દિવસે પણ રોડ પર લોહીના નિશાન જોઈને લોકોના કાળજા કંપી રહ્યા છે.

ઈજાગ્રસ્તોની યાદી અને સારવાર

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 7 માઈભક્તોને તાત્કાલિક પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં નીચે મુજબના પદયાત્રીઓનો સમાવેશ થાય છે:

  • બતસંગજી નાગજીજી ઠાકોર
  • બળદેવજી દેવસંગજી ઠાકોર
  • મેહુલજી જોહાજી ઠાકોર
  • જોહાજી જેમલજી ઠાકોર
  • હેતલબેન બતસંગજી ઠાકોર
  • વિમલબેન જોહાજી ઠાકોર
  • વિક્રમ અમૃતજી ઠાકોર

ટ્રક મૂકી ચાલક ફરાર, પોલીસ તપાસ તેજ

Tragedy Near Mehsana

માનવતા નેવે મૂકીને અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક વાહન સ્થળ પર જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, ધનાવાડા ગામમાં બે આશાસ્પદ યુવકોના મોતના સમાચારથી શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો :બિહાર નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં મધરાતે ભાગદોડ, 8 મહિલાઓના મોતથી અરેરાટી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે