અમદાવાદમાં ધોધમાર વરસાદ,મેમ્કોમાં પાંચ ઇંચ વરસાદ

0
87
રાજ્યમાં સર્વત્રિક વરસાદ,વડોદરાના ચાણોદના બજારોમાં પાણી ઘૂસી ગયા
અમદાવાદમાં ધોધમાર વરસાદ,મેમ્કોમાં પાંચ ઇંચ વરસાદ

અમદાવાદમાં ધોધમાર વરસાદ

પશ્ચિમ-મધ્ય ઝોનમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો

મેમ્કોમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો

સૌથી વધુ અમદાવાદના પૂર્વ ઝોનમાં ચાર ઇંચ થી વધુ વરસાદ

રાજ્ય ભરમાં હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સહિત અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે..શહેરમાં સાંજે ચાર વાગ્યા સુધી ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો..સૌથી વધુ અમદાવાદના પૂર્વ ઝોનમાં ચાર ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે મધ્ય ઝોનમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. તો બીજી બાજુ ઉત્તર ઝોનમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. શહેરના અખબાર નગર અંડર પાસ સિવાય બાકી  તમામ અંડર પાસ ચાલુ હાલતમાં છેવાસણા બેરેજ થી 14,560ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે.

અમદાવાદમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.જના કારણે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યાં અમદાવાદમાં પણ મધ્યરાત્રિથી વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આ દાહોદમાં 12 ઇંચથી વધુ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો છોટાઉદેપુર, નર્મદામાં ભારેથી અતિભારેની વરસાદની આગાહી કરી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં જેમ કે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એકવાર જામ્યો વરસાદી માહોલ

અમદાવાદમાં વરસી રહ્યો છે અનરાધાર વરસાદ

નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો મૂકાયા મુશ્કેલીમાં


અમદાવાદમાં શનિવાર રાતથી ભારે વરસાદ વરસી રહ્યચો છે.જેના કરાણે અંડર પાસ પણ પાણીમાં ગરકાવ થયા હતા. વાહન ચલાકોનો પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે અંડરપાસમાંથી વાહન ચાલકોને પસાર થવુ પણ મુશ્કેલ બની ગયું હતું. અને ઘણા વાહનો બંધ પણ પડી ગયા હતા