પાકિસ્તાન સુધી દેખાશે તિરંગો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પંજાબની મુલાકાતે

1
55
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પંજાબની મુલાકાતે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પંજાબની મુલાકાતે

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પંજાબની મુલાકાતે હતા અહી અમૃતસરની મુલાકાત દરમિયાન તેમને શ્રી હર મંદિર સાહિબમાં નમન કર્યું અને ત્યાર બાદ વિકાસના કાર્યોમાં સમીક્ષા કરવા પહોંચ્યા હતા. આ મુલાકાતમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ICP અટારી ખાતે દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો જે 418 ફૂટ ઉંચાઈ પર છે. આપને જણાવી દઈએ કે આ તિરંગો પાકિસ્તાન સુધી સ્પષ્ઠ દેખાશે . કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અટારી ખાતે તિરંગો ફરકાવ્યા બાદ કેબીનેટ મંત્રી કુલદીપ ધાલીવાલ સાથે ભાજપના સાંસદોને પણ મળ્યા . અમૃતસર જીલ્લા પ્રસાશન દ્વારા કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. અને ત્યાર બાદ દિલ્હી કટરા એક્સપ્રેસ વે ના નિર્માણ કામોની સમીક્ષા કરી.

દિલ્હી કટરા એક્સપ્રેસ વે ની માહિતી આપણા નીતિન ગડકરીએ કહ્યું કે આ એક્સપ્રેસ વે ની લંબાઈ 670 કિલોમીટરની છે જેમાંથી 362 કિલોમીટર પંજાબમાંથી પસાર થાય છે. આ દિલ્હી કટરા એક્સપ્રેસ વે ના નિર્માણ બાદ મુસાફરોને મુસાફરી કરવામાં સરળતા હશે. લગભગ રૂપિયા 25000 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. દિલ્હી કટરા એક્સપ્રેસ વે નો શિલાન્યાસ 2022માં કરવામાં આવ્યો હતો. અને વર્ષ 2025માં સંપૂર્ણ બનીને તૈયાર થઇ જશે. હરિયાણાના બહાદુર ગઢથી શરુ થતો આ દિલ્હી કટરા એક્સપ્રેસ વે મુસાફરી ઝડપી બનશે એક અંદાજ પ્રમાણે દિલ્હીથી અમૃતસર પહોંચી શકશે . અને દિલ્હીથી કટરા માત્ર 6 થી 6.5 કલાકમાં પહોંચી શકાશે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિત મંત્રીમંડળ હાજર રહ્યું હતું. દિલ્હી કટરા એક્સપ્રેસ વે ની સમીક્ષા દરમિયાન પંજાબના સીએમની પ્રસંશા કરી હતી અને પંજાબમાં થઇ રહેલા પ્રજા લક્ષી કામોને વેગ આપવા કેન્દ્ર સરકાર તરફથી સહયોગની ખાતરી પણ આપી છે. પંજાબના સીએમ ભગવંત માન પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના વખાણ કરતા કહ્યું કે અમે જે વિચારીને કાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે તે પૂરો પણ કરવાની ક્ષમતા પણ રાખીએ છીએ અને પંજાબ સરકાર દિલ્હી કટરા એક્સપ્રેસ વે ના નિર્માણ કાર્ય માટે હમેશા સહકાર આપશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુકે દિલ્હી કટરા એક્સપ્રેસ વે ની સમીક્ષા દરમિયાન જણાવ્યું કે દિલ્હી , પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીર સુધી એક્સપ્રેસ વે જ્યાંથી પસાર થઇ રહ્યો છે તે તમામ વિસ્તારોમાં રોજગારી, વેપાર , અને વ્યવસાય અને ઉદ્યોગો વધશે અને નવ યુવાનોને રોજગારી પૂરી પાડશે


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.