બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીના અહેવાલને લઈને રાજકારણ વધુ ગરમાયું છે. વિપક્ષી દળોએ આંકડાઓ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejashwi Yadav) એ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જો આંકડા બદલવાના હોત તો મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની જાતિના આંકડા વધારીને બતાવ્યા હોત. તેજસ્વી યાદવ તેજસ્વી યાદવ (Tejashwi Yadav) એ એ ભાજપના સહયોગી પક્ષો પર કહ્યું કે, આ બધા લોકો માત્ર ભ્રમ ફેલાવવા માટે આવું કરી રહ્યા છે. તેજસ્વી યાદવ (Tejashwi Yadav) સહરસામાં પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યાં.
તેજસ્વી યાદવ એ કહ્યું કે, વર્ષ 1931ની વસ્તી ગણતરી સમયે પણ યાદવોની વસ્તી 11 ટકા હતી, તે સમયે ઝારખંડ અને ઓડિશા પણ બિહારનો ભાગ હતા. સ્વાભાવિક રીતે, યાદવોની વસ્તી બિહારમાં વધુ છે, તેથી તે ટકાવારીમાં દેખાય છે. NDAના ઘટક પક્ષો પર નિશાન સાધતા RJD નેતાએ કહ્યું કે જો તેઓ જાતિની વસ્તી ગણતરીના આંકડામાં ખામી દેખાય છે, તો તે કેન્દ્ર સરકારને ફરીથી વસ્તી ગણતરી કરાવવાનું કહી શકે છે.
તેજસ્વી યાદવે BJP પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ તેના તમામ ઘટક પક્ષોને નુકસાન જ પહોંચાડ્યું છે. LJP (Lok Janshakti Party) પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે પાર્ટી પોતે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે, પરિવારમાં જ વિભાજન કરાવી દીધું. તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય જનતાના પૈસાથી લોકોને Z શ્રેણીની સુરક્ષા આપવામાં આવી રહી છે. પ્રજાના પૈસાનો વેડફાઈ રહ્યા છે.
દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –
ટોલ ટેક્સ વધારા પર MNS ચીફ રાજ ઠાકરેનું નિવેદન,વાંચો અહીં
ISRO દરરોજ 100 થી વધુ સાયબર હુમલાનો ભોગ બને છે : એસ સોમનાથ
Cricket World Cup 2023 : આખરે કેમ ક્રિકેટ વૈશ્વિક બની શકી નથી ?