‘This Work Is Not for You’: ગુજરાતી કોમેડી અને સોશિયલ મીડિયાની દુનિયામાં પોતાની આગવી ગામઠી કોમેડીથી ઓળખ બનાવનાર ચંદન રાઠોડનું 17 સપ્ટેમ્બરે અકસ્માતમાં મોત થયું હતું. ચંદનના અચાનક નિધનથી પરિવાર, મિત્રો અને સાથી કલાકારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. દીકરાના મોત બાદ પિતાએ ચંદનના સંઘર્ષ અને તેની સફળતાની કહાની યાદ કરી હતી.
‘This Work Is Not for You’: પિતાએ વીડિયો બનાવવાની ના પાડી હતી

ચંદન જ્યારે વીડિયો બનાવવાની શરૂઆત કરી રહ્યો હતો ત્યારે તેના પિતાને આ કામમાં ભવિષ્ય દેખાતું નહોતું. પિતાએ તેને કામધંધે લાગી જવા માટે સમજાવ્યો હતો. તેમણે દીકરાને કહ્યું હતું કે, ‘છોકરા તારું કામ નથી, તને 25 રૂપિયા મળવાના નથી.’
પરંતુ ચંદને પિતાની વાત છતાં પોતાની જીદ છોડી નહીં. તેણે વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું અને વર્ષો સુધી સંઘર્ષ કર્યો. ધીમે ધીમે તેના વીડિયો લોકો સુધી પહોંચવા લાગ્યા અને ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે તેની અલગ ઓળખ ઊભી થઈ.
‘This Work Is Not for You’: પિતાએ ક્યારેય દીકરાના વીડિયો જોયા નહોતા

ચંદનના પિતાએ જણાવ્યું હતું કે તેમણે પોતાના દીકરાના વીડિયો ક્યારેય જોયા નહોતા. જોકે ગામ અને આસપાસના લોકો તેમને ચંદનના વીડિયો અંગે કહેતા હતા.
પિતાના જણાવ્યા પ્રમાણે દીકરાએ પોતાનું નામ અમર કરી દીધું હતું. જીવનમાં ભગવાને સારું પણ બતાવ્યું અને હવે આ મોટું દુઃખ પણ આપ્યું છે.
‘This Work Is Not for You’: કોલકાતાથી દીકરાને પરત બોલાવ્યો હતો

ચંદનના પિતાએ જણાવ્યું હતું કે લગભગ પાંચ-છ વર્ષ પહેલાં ચંદન કામ માટે કોલકાતા ગયો હતો. ત્યાંની પરિસ્થિતિ યોગ્ય ન લાગતા પિતાએ વ્યાજે પૈસા લઈને ત્યાં જઈને તેને પરત બોલાવ્યો હતો.
પિતાએ તેને સમજાવ્યું હતું કે જો ત્યાં કામ યોગ્ય ન હોય તો ઘરે આવીને મજૂરી કરે, પરંતુ અનિશ્ચિત કામમાં સમય અને પૈસા ન બગાડે. બાદમાં ચંદને વીડિયો અને શૂટિંગના કામમાં પોતાની કારકિર્દી આગળ વધારી.
‘This Work Is Not for You’: દીકરાએ પિતાને મજૂરી કરવા પણ નહોતી દીધી

ચંદન પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. તેના પિતાના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષથી તેણે તેમને મજૂરી કરવાની પણ ના પાડી દીધી હતી.
પિતા કહે છે કે ચંદન તેમને કહેતો હતો કે, “કાકા, તમારે હવે મજૂરી કરવાની જરૂર નથી.” પરિવાર માટે કમાણી કરવાની જવાબદારી પણ તે નિભાવતો હતો.
‘This Work Is Not for You’: શૂટિંગ માટે નીકળ્યો અને રસ્તામાં અકસ્માત થયો

અકસારના દિવસે ચંદન સવારે શૂટિંગ માટે ઘરેથી નીકળ્યો હતો. પિતાએ તેને પૂછ્યું હતું કે આજે શૂટિંગ માટે જવાનું છે? ચંદને બપોરે પરત આવવાનું કહ્યું હતું.
પરંતુ થોડા સમય બાદ પરિવારને તેના અકસ્માતના સમાચાર મળ્યા. આપેલી માહિતી મુજબ, ચંદનની મોટરસાઇકલનો અન્ય મોટરસાઇકલ સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજા થતાં તેને 108 મારફતે ભાભર ખાતે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
‘This Work Is Not for You’: સાથી કલાકારે બાળકો માટે મદદની અપીલ કરી

ચંદનના નિધન બાદ તેના સાથી કલાકાર અમરસિંહ ઉર્ફે ‘વોહતા વિલેજ બોય’ દ્વારા ચંદનના દીકરા અને દીકરી સાથે એક રીલ બનાવવામાં આવી છે. તેમાં બંને બાળકોના ભવિષ્ય માટે યથાશક્તિ આર્થિક મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.
ચંદનના પરિવાર માટે આર્થિક સહાયની અપીલ સાથે સોશિયલ મીડિયા પર QR કોડ પણ શેર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
ચંદન રાઠોડ હવે આ દુનિયામાં નથી, પરંતુ તેની મહેનત, સંઘર્ષ અને ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે બનાવેલી ઓળખ તેના ચાહકોની યાદોમાં હંમેશા જીવંત રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ₹2 હજારમાં ‘ગરબા પાર્ટનર’ ભાડે મેળવો! વાયરલ પોસ્ટ પાછળનું સત્ય શું?

