સટ્ટા બજાર માટે બદનામ છે આ શહેર ..કોની સરકાર બનશે તેની કરી આગાહી

0
407
સટ્ટા બજાર માટે બદનામ છે આ શહેર ..કોની સરકાર બનશે તેની કરી આગાહી
સટ્ટા બજાર માટે બદનામ છે આ શહેર ..કોની સરકાર બનશે તેની કરી આગાહી

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો કેવા રહેશે તે હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. પણ દેશનું એક એવું શહેર છે જે સટ્ટા બજાર માટે જાણીતું છે અને રાજસ્થાનમાં આવેલું છે . આ શહેરનું નામ છે ફ્લોદી.. જે સોલ્ટ સીટી તરીકે પણ જાણીતું છે . આ શહેરના સટ્ટા બજાર સાથે જોડાયેલા લોકોએ એવી આગાહી કરી છે કે ભલ ભલા રાજનેતાઓના લકીર પર ચિંતાના વાદળો જોવા મળે. કારણકે સટ્ટા બજાર કહી રહ્યું છે કે રાજસ્થાનમાં ભાજપની સરકાર રચાશે. ભારતીય જનતા પાર્ટી લગભગ122 થી 125 જેટલી સીટ જીતશે અને સરકાર બનાવશે જયારે કોંગ્રેસ 62 થી 65 બેઠકો જીતીને વિરોધ પક્ષમાં હશે.

સટ્ટા બજાર સાથે સંકળાયેલા ફ્લોદીના સટોડિયાઓ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસ ગાઢમાં કોણ સરકાર બનાવશે તે પણ અનુમાન આપી રહ્યા છે. ફ્લોડી રાજસ્થાનના જયપુર નજીક જોધપુર અને જેસલમેર રેલવે લાઈન વચ્ચે આવેલું અને સટ્ટા બજારમાં કુખ્યાત શહેર તરીકે જાણીતું છે. આ શહેરની આશરે પચાસ હજાર જેટલી વસ્તી છે . અને મોટા ભાગના લોકો સટ્ટા બજાર સાથે સંકળાયેલા છે. એવું કહેવાય છે કે આશરે 500 વર્ષ પહેલા સટ્ટાના ધંધામાં છે અને અનેક મુદ્દાઓ પર સટ્ટો રમીને અનુમાન પણ આપી રહ્યા છે. અહીના લોકો નાની નાની વાત પર સટ્ટામાં માલામાલ થઇ રહ્યા છે . વરસાદ અંગેની આગાહી હોય કે પાડાની લડાઈ હોય અથવા ક્રિકેટ પર હર જીતની વાત હોય .. અહીના લોકો સટ્ટા પર અનેક પ્રકારના અનુ મન લગાવીને ક્યારેક ભલભલાના હાંજા ગગડાવી નાખે છે.

સટ્ટા બજારના અનુમાન પ્રમાણે મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. મધ્ય પ્રદેશમાં 114 થી 116 બેઠકો પર કોંગ્રેસ અને 110 થી 112 બેઠકો પર ભાજપને સફળતા મળશે તેવું ફ્લોદીના સટોડિયા કહી રહ્યા છે. આ ઉપરાંત છતીસ ગઢના અનુમાન જોઈએ તો કોંગ્રેસને 47 થી 52 બેઠકો અને ભાજપને 39 થી 45 બેઠકો મળી શકે છે. ફ્લોદીના સટ્ટા બજારના જાણકારો કહી રહ્યા છે કે લોકસભા 2024 ચૂંટણીમાં ફરી એક વાર ભારતીય જનતા પાર્ટી ભારે બહુમતીથી સરકાર બનાવશે જેમાં અંદાજે 350 જેટલી બેઠકો મળી શકે છે. અને ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે .