કર્ણાટકમાં ભાજપના હારના આ રહ્યા કારણો

0
65
Capture 79

કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પરિણામો  બતાવે છે કે ભાજપની પ્રચાર નીતિને મતદારોએ નકારી કાઢી છે,, એન્ટિ ઇન્કમબક્સી એટલી પ્રબળ હતી કે પીએમ મોદીનો ચહેરો પણ ભાજપને ન બચાવી શક્યો,, કોંગ્રેસ મોટી બહુમતિ સાથે પ્રબળ જીત હાંસલ કરી છે, ત્યારે જોઇએ  ભાજપની નિષ્ફળતાના શુ રહ્યા મુખ્ય કારણો..

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ છે, ત્યારે હારના કારણોને લઇને મંથન થશે તેવી વાત ભાજપના સ્થાનિક નેતાઓ કરી રહ્યા છે, કર્ણાટકમાં ભાજપની શરમજનક હાર પાછળ એક મજબૂત સ્થાનિકે ચહેરાનો અભાવ અને રાજકીય સમીકરણોનું સંચાલન કરવામાં નિષ્ફળતા મુખ્ય કારણો રાજકીય પંડીતો માની રહ્યા છે,

રાજકીય પંડીતો માને છે કે ભાજપ પાસે કોઇ મજબુત સ્થાનિક ચહેરો નહતો, ભાજપે યેદિયુરપ્પાની જગ્યાએ બસવરાજ બોમાઈને મુખ્યમંત્રી બનાવ્યા, પરંતુ બોમાઈ સીએમની ખુરશી પર હોવા છતાં કોઈ ખાસ અસર કરી શક્યા નથી. જ્યારે કોંગ્રેસ પાસે ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા જેવા મજબૂત ચહેરા હતા. બોમ્માઈને આગળ કરવા માટે ભાજપને મોંઘી કિંમત ચૂકવવી પડી,,

નિષ્ણાંતો માને છે કે હાર માટે એક કારણ ભ્રષ્ટાચાર પણ રહ્યો હતો, ખાસ કરીને 40 ટકા કમિશનનો મુદ્દાને ખાળવામાં પીએમ મોદી પણ નિષ્ફળ ગયા હતાનિરીક્ષકો માને છે કે જે રીતે વોટ પડ્યા છે, તેનાથી માનવામાં આવે છે કર્ણાટકમાં ભાજપ રાજકીય સમીકરણો જાળવી શક્યું નથી. ભાજપ ન તો તેની કોર વોટ બેંક લિંગાયત સમુદાયને પોતાની સાથે રાખી શકી કે ન તો તે દલિત, આદિવાસી, ઓબીસી અને વોક્કાલિંગા સમુદાયોના દિલ જીતી શકી, સામે કોંગ્રેસે મુસ્લિમો, દલિતો અને ઓબીસીને મજબૂત રીતે જોડવામાં તેમજ લિંગાયત સમુદાયની વોટ બેંકમાં પ્રવેશ કરવામાં સફળતા મેળવી

પહેલી વખત એવુ થયુ કે ભાજપને ધ્રુવીકરણની રણનીતિ ફેઇલ થઇ ગઇ ,,કોંગ્રેસના નેતાઓ એક તરફ હલાલા, હિજાબ અને અઝાન જેવા મુદ્દાઓ ઉઠાવતા રહ્યા,,તો બજરંગ બલીના નામે રાજકારણ કરવાનો પ્રયત્ન કર્યો,,તો એક ફિલ્મને પ્રમોટ કરીને પણ ધ્રુવી કરણ કરવાનો પ્રયત્ન થયો જેને કર્ણાટકની જનતાએ નકારી દીધો

કર્ણાકટને ગુજરાતની જેમ રિમોટથી ચલાવવું ભાજપને મોંધુ પડ્યુ,કર્ણાટકમાં બીજેપીના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા આ ચૂંટણીમાં સાઈડલાઈન રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર અને પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડીને ભાજપે ટિકિટ નકારી હતી, જ્યારે બંને નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા અ. યેદિયુરપ્પા, શેટ્ટર, સાવડી, ત્રણેયને લિંગાયત સમુદાયના મોટા નેતાઓ માનવામાં આવે છે, જેમની અવગણના કરવી ભાજપને નુકશાન કર્યું

આમ હાલ તો કર્ણાટકમાં ભાજપની ખુબજ શરમજનક હાર થઇ છે,, અને કોંગ્રેસની જીત,,આના કારણે હવે 2024 માટે કોંગ્રેસ વધુ મજબુત તો સાથે સાથે ભાજપ માટે હવે વધુ પકડારો આવનારા વિધાનસભા અને લોકસભા ચૂટણી માટે ઉભા થશે તેવી જ રીતે હવે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું રાજકીય કદ પણ ઘટશે તેમ માનવાંમાં આવી રહ્યુ છે,

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ