આઈપીએલની આવનારી સિઝન ધોનીના રમવા અંગે હજુ સસ્પેન્સ યથાવત

0
226

મેં હજુ સુધી નક્કી નથી કર્યું કે આ મારી છેલ્લી IPL હશે કે નહીં : ધોની

દિગ્ગજ ભારતીય ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઇન્ડીયન પ્રીમિયર લીગ એટલે કે, IPLની ચાલુ સિઝન બાદ નિવૃત્તિ લેશે તેવી અટકળો વહેતી થઇ છે. IPL 2023 મહેન્દ્રસિંહ ધોનીની છેલ્લી IPL હોવાનું ઘણા લોકો માની રહ્યા છે. જોકે, આ અંગે સસ્પેન્સ હજુ યથાવત છે. કારણ કે, હવે ધોનીએ પોતે પોતાના મનની વાત કહી છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ધોનીએ કહ્યું હતું કે, તેમણે હજુ સુધી નક્કી નથી કર્યું કે આ તેમની છેલ્લી IPL હશે કે નહીં. ધોનીને આ વાત પરથી તેમના ચાહકોમાં ફરી ખુશીની લહેર છવાઈ રહ્યા છે. તેમના આ નિવેદન પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, તેઓ IPLની આવતી સિઝનમાં ફરી મેદાન પર ચોગ્ગા-છક્કા મારતા જોવા મળી શકે છે.