રાજ્યમાં ઉપદ્રવ ફેલાવતા શખ્સોની હવે ખેર નથી. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા શખ્સો સામે ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો લેશે. સુપ્રીમકોર્ટના આદેશ મુજબ હાઇકોર્ટ કાર્યવાહી કરશે તેમજઆગામી દિવસોમાં રાજ્યમાં પોલીસ રીડ્રેસલ ફોરમ બનશે. જાહેર સભાઓ, કાર્યક્રમો બાદ જાહેર સંપત્તિને નુકસાન કરવા સામે કાર્યવાહી કરવામાં આવશે. દરેક જાહેર સભાઓ અથવા જાહેર કાર્યક્રમોની વીડિયોગ્રાફી ફરજિયાત કરાઈ છે. જાહેર કાર્યક્રમોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પોલીસે કરવી પડશે તેમજ અશાંતિ ફેલાવવાની કોઈપણ ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ સુઓમોટો અરજી કરશે.