પંજાબમાં ઘણા દિવસોથી ફરાર ચાલી રહેલ ખાલિસ્તાની સમર્થક અને અલગાવવાદી અમૃતપાલ સિંહનો નજીકનો મિત્ર પપલપ્રિત સિંહની આજે ધરપકડ કરી લેવામાં આવી છે. પંજાબના હોશિયારપુરથી તેની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશન પંજાબ પોલીસ અને કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા અમૃતપાલની એક તસવીર સામે આવી હતી જેમાં તેની સાથે અન્ય એક વ્યક્તિ જોવા મળી હતી. બાદમાં એ વાતની પુષ્ટિ થઈ હતી કે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પપલપ્રીત સિંહ હતો.