આ જાહેર રજાઓના દિવસે ખુલ્લુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી- પ્રવાસી ઓ આનંદો

0
78
સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી

હવે પ્રવાસી ઓ જાહેર રજાના દિવસે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો નજારો માણી શકશે. કારણ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારના દિવસે આવતા ગાંધી જયંતિ, ગુરૂનાનક જયંતિ અને નાતાલના દિવસે પ્રવાસી ઓ માટે ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. તેથી જો તમે રજાના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનો પ્લાન બનાવતા હોવ તો ચોક્કસ બનાવજો.

સોમવારના દિવસે આવે છે જાહેર રજાઓ 
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે દર સોમવારે બંધ રાખવામાં આવે છે. આગામી દિવસોમાં સોમવારના દિવસે આવતી જાહેર રજાઓમાં તા.૨ ઓકટોબર ગાંધી જયંતિ, તા.૨૭ નવેમ્બર ગુરુનાનક જયંતિ અને તા. ૨૫  ડિસેમ્બર નાતાલનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના દિવસે એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી આ ત્રણ જાહેર રજાના દિવસે સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હોવાનુ સ્ટેચ્યુ ઑફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતું. 

પ્રવાસીઓ આ જાહેર રજાના દિવસોમા ઓનલાઇન બુકિંગ કરાવી શકશે અને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકશે.

વધુમાં એ તારીખ પછીના આવતા મંગળવાર એટલે કે તા.૩ ઓક્ટોબર, તા.૨૮ નવેમ્બર અને તા. ૨૬ ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે જેની સૌએ નોંધ લેવા જણાવવામાં આવ્યુ છે.

હવે પ્રવાસીઓ જાહેર રજાના દિવસે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણી શકશે. કારણ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારના દિવસે આવતા ગાંધી જયંતિ, ગુરૂનાનક જયંતિ અને નાતાલના દિવસે પ્રવાસીઓ માટે ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. તેથી જો તમે રજાના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનો પ્લાન બનાવતા હોવ તો ચોક્કસ બનાવજો.