HomeGujaratફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી દારુનો જથ્થો ઝડપી પડાયો

ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી દારુનો જથ્થો ઝડપી પડાયો

દહેગામ બાયડ હાઈવે પર રખિયાલ પોલીસે ઝડપ્યો દારુ

કુલ ૮૧,૬૯૬ રૂપિયાનો દારુ અને બિયરનો જથ્થો ઝડપાયો

કુલ રૂપિયા 2.31 લાખનો મુદ્દા માલ જપ્ત કરીને વધુ તપાસ શરુ

ગાંધીનગર જિલ્લાના પોલીસ અધિકારીની સૂચના અનુસાર રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ ચૌહાણ અને કિરણકુમાર શીવાભાઈ દહેગામ બાયડ હાઈવે ઉપર રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેઓ જયારે રાત્રિના સમયે મીઠાના મુવાડા બસ સ્ટેશન પાસે ઊભા હતા ત્યારે એક નંબર વગરની swift મારુતિ ગાડીને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાહન ચાલકે ગાડી ઉભી રાખી નહીં અને પૂર ઝડપે દહેગામ તરફ ભાગ્યો હતો. જેથી આ બંને કોન્સ્ટેબલ્સે  ફિલ્મી ઢબે આ મારુતિનો પીછો કર્યો હતો. આ દરમિયાન વાહન ચાલકે ગભરાઈને ગાડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ગાડીની તલાશી લેતા અંદર જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયર ભરેલો હતો. જેની કુલ કિંમત 81,696 રૂપિયા થાય છે અને મારુતિ ગાડીની કિંમત 1.5 લાખ થાય છે. આમ રખિયાલ પોલીસે કુલ રૂપિયા 2.31 લાખના મુદ્દા માલ સાથે swift મારુતિ ગાડી કબજે કરીને ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments