નવા સંસદ મુદ્દે વિપક્ષે પીએમની પ્રશંસા કરવી જોઇતી હતી- ગુલામ નબી આઝાદ

0
149

ગુલામ નબી આઝાદે વિપક્ષોની કાઢી ઝાટકણી

વિપક્ષોએ પીએમ મોદીની પ્રશંસા કરવી જોઇએ

કોંગ્રેસના પુર્વ નેતા ગુલામ નબી આઝાદ જ્યારથી કોંગ્રેસથી અલગ થયા છે ,,ત્યારથી તેઓ કોગ્રેસથી તો અલગ છે, પણ વાત વાતમાં સમગ્ર વિપક્ષ ઉપર નિશાન સાધવાનું ચુકતા નથી, હવે તેઓએ જણાવ્યુ છેકે જો તેઓ દિલ્હીમાં હોત તો નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં ચોક્કસ હાજર હોત. વિપક્ષોએ રેકોર્ડ સમયમાં નવી સંસદ બનાવવા માટે સરકારની પ્રશંસા કરવી જોઈએ, પણ  તેઓ સરકારની ટીકા કરી રહ્યા છે. હું આનો બહિષ્કાર કરનાર વિપક્ષની સખત ટિકા કરુ છું, : તમને જણાવી દઇએ કે ગુલામ નબી આઝાદ કોંગ્રેસથી અલગ થયા બાદ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવી છે, અને દિલ્હીમાં પોતાના સરકારી બંગલાના બદલે મોદી સરકારનું સાથ આપી રહ્યા છે,,તેવા આરોપો તેમના પણ લાગી રહ્યા છે,