અહીં કરાઈ લંકેશની મહા આરતી , રાવણના પુતળા દહનનો કર્યો વિરોધ

0
203
અહીં કરાઈ લંકેશની મહા આરતી , રાવણના પુતળા દહનનો કર્યો વિરોધ
અહીં કરાઈ લંકેશની મહા આરતી , રાવણના પુતળા દહનનો કર્યો વિરોધ

દશેરાનું પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવાઇ રહ્યું છે અને વિજય દશમી પર્વ પર અનેક જગ્યાએ રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું પરંતુ આપ જાણીને ચોંકી ઉઠશો કે મથુરામાં લંકેશ ભક્તોએ મહા આરતીનું આયોજન કર્યું અને રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે ટેબો ઉગ્ર વિરોધ કર્યો. દેશના તમામ નાના – મોટા નગરોમાં અને રામલીલા મેદાનોમાં લંકાપતિ રાવણના પુતળા દહનનો કાર્યક્રમ યોજાય છે ત્યારે ઉત્તર પ્રદેશના મથુરામાં લંકેશના ભક્તોએ મહા આરતીનું આયોજન કર્યું . દેશમાં એવા કોલો પણ છે તેમનું માનવું છેકે રાવણમાં ભલે અનેક દુર્ગુણો હતા પરતું તે મહા પંડિત અને વિદ્વાન પણ હતો. . મથુરામાં દશાનન રાવણના ભક્તોએ લંકેશની પોજા અને આરતીનો ભવ્ય કાર્યક્રમ રાક્યો. વર્ષો જૂની પરંપરા મુજબ લંકેશ ભક્ત મંડળે યમુના કિનારે આવેલા શિવાલયમાં ભગવાન શિવની સ્તુતિ કરીને રાવણની મહા આરતી કરી હતી. તેમજ તમામ લંકેશ ભક્તોએ રાવણના પુતળા દહનનો વિરોધ પણ કર્યો. અહી લંકેશ ભક્ત મંડળે શિવ મંદિરમાં મહા આરતીકરતા પહેલા કલાકો સુધી ભગવાન શિવની આરાધના કરી અને સ્તુતિ કરી . ત્યારબાદ લંકેશની મહા આરતીનો કાર્યક્રમ કર્યો . આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો.

દશાનનની મહા આરતી , શિવ તાંડવ સ્તોત્રના રચયિતા ભગવાન શિવના ભક્ત લંકેશની મહા આરતી કરવામાં આવી તે પ્રસંગે સારસ્વત બ્રાહ્મણ સહિતના અનેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે લંકેશ ભક્ત મંડળના પ્રમુખ એડવોકેટ ઓમવીર સારસ્વતે જણાવ્યું કે લંકાપતિ રાવણ એક મહાન વિદ્વાન સૌથી મોટા શિવ ભક્ત હતા. લંકાને જીતવા પણ ભગવાન શ્રી રામે શિવ આરાધના કરવી પડી હતી રાવણ સીતાજીને અશોક વાટિકાથી પોતાની સાથે કન્લામાં લઇ આવ્યો હતો છતાં જયારે ભગવાન શ્રી રામે શિવ પૂજા કરવા માટે રાવણને આચાર્ય તરીકે બોલાવ્યા હતા. અને શિવ પૂજા કરાવી હતી. તે રામેશ્વરમ પણ આપણા દેશમાં જ છે. મહાન પંડિત રાવણને જયારે પૂજા કરવા માટે બોલાવ્યા હતા તો આજના યુગમાં કેમ રાવણને સમજ્યા વિના લોકો ધિક્કારે છે અને તેના પુતળાનું દહન કરે છે . આપણો સમાજ પુતળાનું દહન કરીને કેટલાક લોકો રાવણનું અપમાન કરી રહ્યા છે .

લંકેશ ભક્ત મંડળના પ્રમુખનું કહેવું છેકે હિંદુ સંસ્કૃતિમાં અંતિમ સંસ્કાર એક જ વખત કરવામાં આવે છે , મહાન ઋષિ રાવણનું દર વર્ષે કરતુ પુતળા દહન બંધ કરવું જોઈએ. તેવી તેમની માંગણી છે.