ડોન બનવા માગતા હતા અતીક-અશરફના હત્યારાઓ,જોણો શું છે સમગ્ર મામલો

0
32

માફિયામાંથી રાજનેતા બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની લાઈવ કેમેરા સામે હત્યા કરવાની ઘટનાએ હોબાળો મચાવી દીધો છે. જોકે આ બંનેની હત્યા કરનારા ત્રણ લોકોની ઓળખ જાહેર થઈ ચૂકી છે. આ ત્રણેય હુમલાખોરો રીઢા ગુનેગાર છે. નાની વયે જ તેમણે ક્રાઈમની દુનિયામાં પગ માંડ્યું હતું. ત્રણેય સામે હત્યા, લૂંટ સહિત અનેક ગંભીર અપરાધો હેઠળ કેસ દાખલ છે. જેલમાં જ આ ત્રણેય વચ્ચે મિત્રતા થઈ હતી. અતીક અને અશરફની હત્યા કરીને આ ત્રણેય ડૉન બનવા માગતા હતા. અતીક અને અશરફની હત્યા મામલે પકડાયેલા હત્યારાઓમાં હમીરપુરનો રહેવાશી શનિ, કાસગંજનો રહેવાશી અરુણ અને બાંદાનો રહેવાની લવલેશ સામેલ છે. પોલીસ રેકોર્ડમાં તેમની સામે ડઝનેક કેસ દાખલ છે. ત્રણેયની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. માહિતી અનુસાર શનિ શરૂઆતમાં પ્રયાગરાજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો. જ્યારે બીજો પણ પોતાને સ્ટુડન્ટ્સ ગણાવે છે. જ્યારે ત્રણેયની કડક રીતે પૂછપરછ કરવામાં આવી તો જાણ થઈ કે ત્રણેય રીઢા ગુનેગારો છે. પોલીસને જણાવ્યું કે નાના-નાના અપરાધમાં જેલ જવાને કારણે તેમનું નામ થઈ રહ્યું નહોતું. કંઈક મોટું કરવાનું વિચારી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ખબર પડી કે અતીક અને અશરફને પોલીસ કસ્ટડીમાં લઈને સારવાર કરાવવા લઈ જવાય છે. ત્રણેયએ અહીં જ કાવતરું ઘડીને અતીક અને અશરફની લાઇવ ટીવી કેમેરા સામે હત્યા કરી દીધી. તેમનું કહેવું છે કે જે લોકો અતીકથી ડરતા હતા હવે અમારાથી ડરશે. ત્રણેયના ઘરે હવે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. 


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.