Monsoon Update : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર, આ તારીખથી ગુજરાતમાં બેસશે ચોમાસું  

0
223
Monsoon Update
Monsoon Update

Monsoon Update :  તમે કાળઝાળ ગરમીથી હવે ત્રાસી ગયા છો, અસહ્ય ગરમીથી રાહત માટે તમે હવે ચોમાસાની રાહ જોઇને બેઠા છો.તો હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, રાજ્યમાં આ વર્ષે ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  

Monsoon Update

Monsoon Update : આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના એક દિવસ પહેલાં કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચશે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે આ અંદાજ જાહેર કર્યો હતો. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે. ગુજરાતમાં 19થી 30 જૂન સુધી ચોમાસું બેસે તેવી આશા છે.

Monsoon Update

Monsoon Update : ભારતીય હવામાન વિભાગે 2024 માં ચોમાસાના સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી છે, જે દેશના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે. ગત વર્ષે અનિયમિત હવામાનને કારણે કૃષિ ક્ષેત્રને અસર થઈ હતી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રને જણાવ્યું હતું કે ચોમાસું  સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ આવે છે અને સપ્ટેમ્બરના મધ્યમાં પાછું ખસી જાય છે. આ વર્ષે સરેરાશ 106 ટકા વરસાદ થવાની ધારણા છે.

Monsoon Update : ગયા વર્ષે 8 જૂને ચોમાસું કેરળ પહોંચ્યું હતું

Monsoon Update


Monsoon Update : IMDના ડેટા અનુસાર કેરળમાં ચોમાસાના એન્ટ્રીની તારીખો છેલ્લાં 150 વર્ષોમાં તદ્દન અલગ રહી છે. 1918માં ચોમાસું 11 મેના રોજ સૌ પ્રથમ કેરળ પહોંચ્યું હતું, જ્યારે 1972માં તે 18 જૂનના રોજ સૌથી મોડા કેરળ પહોંચ્યું હતું. છેલ્લાં ચાર વર્ષની વાત કરીએ તો 2020માં ચોમાસું 1 જૂન, 2021માં 3 જૂન, 2022માં 29 મે અને 2023માં 8 જૂને કેરળ પહોંચ્યું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો