જાપાનના રાજદૂતને દાઢે વળગ્યો ભારતીય સ્વાદ

0
77
જાપાનના રાજદૂતને દાઢે વળગ્યો ભારતીય સ્વાદ
જાપાનના રાજદૂતને દાઢે વળગ્યો ભારતીય સ્વાદ

જાપાનના રાજદૂતને દાઢે વળગ્યો છે ભારતીય સ્વાદ અને ભારતમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ પુણેમાં ભારતીય વાનગીઓ આરોગી હતી તે પણ સ્ટ્રીટ ફૂડ જે ચટપટા સ્વાદ માટે હંમેશા સૌ કોઈને આકર્ષિત કરતુ હોય છે. જાપાનના રાજદૂત તેમની પત્ની સાથે પુણેની જાણીતી વાનગી મિસળ પાવ આરોગતા નજરે પડ્યા અને તેમને આ પળનો વિડીઓ પણ શેર કર્યો. આ વિડીઓ જોઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રીટ્વિટ કર્યું અને લખ્યુકે ભારતીય વાનગીઓની વિવિધતા નવી રીતે રજૂ કરતા શ્રી રાજદૂત અને પ્રશંસા કરી. જાપાનના રાજદૂતે તેમની પત્ની સાથે ના વીડીઓમાં લખ્યું હતુકે હું વાનગીઓની તીખાસમાં મારી પત્ની સામે હારી ગયો. વડા પ્રધાને જવાબમાં કહ્યું કે આ એક એવી સ્પર્ધા છે જેમાં હારવાની મજા છે. આપને અમારી વિવિધતા અને ખાસ કરીને તેને નવીન રીતે રજૂ કરતા જપીને આનંદ થયો.

આગાઉ પણ જાપાની રાજદૂત હિરોશી સુઝુકી વારાણસીમાં પાણીપુરી અને આલું ટીકીનો સ્વાદ માણી ચુક્યા છે. ભારતીયોની સૌથી પ્રિય વાનગી પાણીપુરી છે . તે દેશભરમાં ગોલગપ્પા,પુચકા ફૂલકી તરીકે પણ જાણીતી છે. જાપાનના રાજદૂત હમેશા ભારતના જે વિસ્તારની મુલાકાત કરે ત્યારે ત્યાની સ્થાનિક વાનગી આરોગવાનું ચુકતા નથી. તેમને બનારસની ગલીઓમાં બનારસી થાળીની મજા પણ માણી છે. તે સમયે પણ તેમણે થોડા વિડીઓ સો.મીડિયામાં શેર કર્યા હતા. વારાણસીમાં લોકપ્રિય ગલી ફૂડનો આનંદ માણવા તેઓએ બતાતા ચાટ વિગેરે વાનગીઓ આરોગી હતી. તેમને તે વીડીઓમાં કહ્યું હતું કે ભારતીયોએ સ્વાદિષ્ટ વાનગીઓથી દિલ જીતી લીધા છે. અને હું ગોલ્ગપ્પનો આનંદ ઉઠાવી રહ્યો છું.

ભારતીય વાનગીઓ હંમેશા તેના શ્રેષ્ટ મસાલા, સ્વાદની ઓળખ માટે દેશ વિદેશમાં વખણાય છે. અને ભારતની વાનગીઓ આજે વિદેશમાં પસંદ કરવામાં આવી રહી છે. જાપાની રાજદૂત જાણીતી સ્વાદિષ્ટ વાનગીઓ માટે બરતની ગલીઓમાં ક્યારેક નવી વાનગીઓની શોધ અને વિડીઓ શેર કરતા હોય છે. તેમની પ્રિય વાનગી પાણીપુરી અંગે તેઓ કહે છે જાપાની વડાપ્રધાન અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત વખતે પાનીપુરીનો આનંદ માણતા જોયા ત્યાર પછી મને આ વાનગી પ્રત્યેનું  આકર્ષણ વધ્યું છે.  આ ઉપરાંત ઈડલી અને ચાની મજા પણ તેઓ લેતા હોય છે.

જાપાનના રાજદૂતને દાઢે વળગ્યો ભારતીય સ્વાદ
જાપાનના રાજદૂતને દાઢે વળગ્યો ભારતીય સ્વાદ

તેઓ હંમેશા કહે છેકે ભારતીય સંસ્કૃતિ , ફૂડ અને ભારત-જાપાનના સંબંધો અને જાપાની ફૂડ બધુજ અમને ભાવે છે.

શિવરાજસિંહ ચૌહાણ ઉમા ભારતીને મળ્યા