પાકિસ્તાનમાં આર્થીક કટોકટીએ ફરી એકવાર લાખો લોકોની ઈદ બગડી છે અને સરકાર ભૂખમરો અને તહેવાર પર કોઈ પણ મદદ કરવા સક્ષમ નથી. પાકિસ્તાનના તમામ શહેરોમાં બેંક એટીએમમાં રોકડ રકમ ગાયબ છે. તે સાથેજ બલિદાનના પ્રાણીઓ ચોરવાની સંખ્યામાં વધારો નોંધાયો છે. કંગાળ પાકિસ્તાનના નાગરિકો બે ટંકનું ભોજન મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે અને સરકાર તેમને રાહત આપવા અસમર્થ છે. તેનું માત્ર એકજ કારણ છે આર્થિક કટોકટી અને દેવાદાર પાકિસ્તાનની મદદે વિશ્વના દેશોએ આઈનો દેખાડી દીધો છે. કરાંચી જેવા શહેરોમાં પશુઓની ચોરીની ઘટનાઓ મોટા પ્રમાણમાં વધી છે. અને રોકડ રકમની તંગી દેશભરમાં જોવા મળી રહી છે. મોંઘવારી આસમાને પહોંચી છે જયારે ઈદ નો તહેવાર હાલ ઉજવાઈ રહ્યો છે. નાગરિકો ઈદની ઉજવણી કરવામાં અસમર્થ છે અને ઇદની ઉજવણી ફિક્કી છે. તેનું એક માત્ર કારણ છે આર્થિક રીતે કંગાળ થયેલો દેશ પાકિસ્તાન .

પાકિસ્તાન કરાચી સહિતના મોટા શહેરોમાં બલિદાનના પ્રાણીઓની ચોરીના કેસોમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓના આસમાનને આંબી જતા ભાવ પહેલાથી જ વ્યથિત લોકોની કરોડરજ્જુ તોડી રહ્યા છે. બીજી તરફ, આદુ, ટામેટાં અને વિવિધ મસાલા જેવા શાકભાજીના ભાવ વધવાથી ખરીદદારો ચિંતિત છે. દરમિયાન, શેહબાઝની આગેવાની હેઠળની પાકિસ્તાન સરકાર દેશને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા નિષ્ફળ રહી છે.

પાકિસ્તાનમાંમાં અત્યાર સુધીની સરકારોએ આચરેલા કૌભાંડો મૂળભૂત રીતે જવાબદાર માનવામાં આવી રહ્યું છે સાથેજ આતંકવાદને સમર્થન અને પાકિસ્તાન સૈન્યની હરકતો હમેશા દેશને દુનિયાના દેશો કરતા પાચલ ધકેલી રહ્યો છે. પાકિસ્તાનમાં માળખાગત સુવિધાઓ આપવામાં ચૂંટાયેલી સરકાર નિષ્ફળ રહી છે. ઈમરાનખાનની સરકાર પર પણ કૌભાંડો અંતગત અનેક કેસ ચાલી રહ્યા છે . પાકિસ્તાની સૈન્ય હમેશા લોકશાહી પરંપરામાં માનતું નથી અને ભૂતકાળમાં અનેક સરકારોને ઘરભેગી કરીને સત્તા સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. જેને કારણે અસ્થિર સરકારો આર્થીક રીરે કંગાળ કરવામાં અગ્રેસર રહી છે

અહી ઉલ્લેખનીય છેકે પાકિસ્તાન અત્યારે હાલ આર્થીક બેહાલ છે અને અન્ય પાડોશી દેશો સાથે મદદ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ઉલ્લેખનીય છેકે હાલ શ્રી લંકા પણ ધીરે ધીરે વિશ્વના દેશોની મદદ ખાસ કરીને ભારતની મદદ થી આર્થીક તંગી થી બહાર નીકળવામાં સફળ રહ્યું છે પરંતુ પાકિસ્તાન સરકાર સદંતર નિષ્ફળ રહ્યું છે.