અમદાવાદમાં બે દિવસના દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ દેશ-વિદેશમાં ખૂબ જ પ્રચલિત થઈ રહ્યા છે. ત્યારે સૌ પ્રથમ વખત ગુજરાતમાં અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ આવવાના છે. ત્યારે આગામી 29 તેમજ 30 મે બે દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ શહેરના ચાણક્યપુરી બ્રિજ પાસે શક્તિ ચોકમાં અંબાજી માતાના મંદિરે પધારવાના છે.
બે દિવસના દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આયોજક અમિત શર્માનું કહેવું છે કે હજારોની સંખ્યામાં ભક્તો આવશે તેમને દર્શન કરવાનો મોકો આપીશું તેમજ મોટી સંખ્યામાં સંતો મહંતો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે.
તેમજ ઉતારાની વ્યવસ્થાઓ પણ અગાઉથી કરવામાં આવી છે. બાબાના દિવ્ય દરબારમાં આવતા હજારો ભક્તો માટે શહેર પોલીસ તરફથી પણ તમામ મંજૂરીઓ લેવાઈ ગઈ છે. તેમજ ભીડ વધે તો ખાનગી સિક્યુરિટી કંપનીના એક હજારથી વધારે ગાર્ડની ગોઠવવામાં આવી છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઈવ
સતત સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ