Home State Gujarat Kunvarji Bavaliya:કોળી સમાજને તોડનારા તત્વોને કુંવરજી બાવળિયાની કડક ચેતવણી; ‘ગાંધીનગરમાં બનશે ભવ્ય...

Kunvarji Bavaliya:કોળી સમાજને તોડનારા તત્વોને કુંવરજી બાવળિયાની કડક ચેતવણી; ‘ગાંધીનગરમાં બનશે ભવ્ય સમાજ ભવન’

0
377
Kunvarji Bavaliya
Kunvarji Bavaliya

Kunvarji Bavaliya:અખિલ ભારતીય કોળી સમાજની એકતા અને સંગઠનને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે સુરતમાં ‘સંગઠન વિચાર વિમર્શ’ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સમાજમાં આંતરિક ખેંચતાણ ઉભી કરનારા અને ભ્રમણા ફેલાવનારા તત્વો સામે આકરા પ્રહારો કર્યા હતા.

Kunvarji Bavaliya:સંગઠનમાં ભંગાણ પાડનારા તત્વોથી સાવધ રહેવા અપીલ

Kunvarji Bavaliya

બેઠકને સંબોધતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ જાહેર કરી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે:

  • સંગઠનનું પ્રકરણ અત્યારે દિલ્હી કોર્ટ અને રજિસ્ટ્રાર કચેરીમાં પેન્ડિંગ છે.
  • જ્યાં સુધી કોર્ટનો આખરી નિર્ણય ન આવે અને નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી વર્તમાન ટીમ જ કાર્યકારી તરીકે જવાબદારી સંભાળશે.
  • ગેરબંધારણીય રીતે હોદ્દાઓ ધારણ કરનારા તત્વો સામે સમાજે સજાગ રહેવાની જરૂર છે.

Kunvarji Bavaliya:5 રાજ્યોના આગેવાનોની ઉપસ્થિતિ

Kunvarji Bavaliya

આ બેઠકમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એમ પાંચ રાજ્યોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાંસદ ઉમેદભાઈ, ચંદ્રવદનભાઈ અને વિવિધ જિલ્લાઓના વરિષ્ઠ આગેવાનોએ પણ હાજરી આપી સંગઠનની એકતા પર ભાર મૂક્યો હતો.

ગાંધીનગરમાં શિક્ષણનું ધામ: ‘કોળી સમાજ ભવન’

સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે બાવળિયાએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, ગાંધીનગર ખાતે ટૂંક સમયમાં જ સમસ્ત કોળી સમાજ ભવન’ નું નિર્માણ કરવામાં આવશે. આ માટે જમીનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ ભવન સમાજના દીકરા-દીકરીઓ માટે શિક્ષણનું કેન્દ્ર બનશે અને સમગ્ર ગુજરાતના નાના-મોટા સંગઠનોને એક કરી સામાજિક રીતે શિક્ષણ તરફ દોરવામાં આવશે.

હજીરામાં શ્રમિક-ઉદ્યોગ ઘર્ષણ મામલે મધ્યસ્થી

શ્રમ અને રોજગાર મંત્રી તરીકે કુંવરજી બાવળિયાએ હજીરામાં થયેલા શ્રમિકોના ઘર્ષણ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે:

  • શ્રમિકોને અન્યાય ન થાય અને ઉદ્યોગોને પણ અડચણ ન પડે તે રીતે સંકલન સાધવા અધિકારીઓને સૂચના અપાઈ છે.
  • દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે સ્થાનિક યુવાનોને ‘નવી સ્કીલ’ સાથે તૈયાર કરવામાં આવશે, જેથી રોજગારીની તકો વધે.

આ પણ વાંચો :ગુજરાત બનશે ભારતનું ‘સિલિકોન ગેટવે’: 2026માં જ વધુ 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટના થશે શ્રીગણેશ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે