કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વે અંગે મહત્વાની જાણકારી આપી છે. નીતિન ગડકરીએ જણાવયું હતું કે દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વેઆ વર્ષે ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ જશે. જે બાદ દિલ્હીથી દેહરાદૂનનું અંતર બે કલાકમાં કાપવામાં આવશે. જણાવી દઈએ કે દિલ્હીથી દેહરાદૂન વચ્ચે બની રહેલા આ 212 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેની કિંમત 12 હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે. પાંચમા અયોધ્યા ઉત્સવને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ‘લોકો હવે માત્ર બે કલાકમાં દિલ્હીથી દેહરાદૂન પહોંચી શકશે. દિલ્હીથી હરિદ્વારનું અંતર પણ 90 મિનિટમાં પૂર્ણ થશે. દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વેનું નિર્માણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે આ એક્સપ્રેસ વેનું 60-70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.