રાહુલ ગાંધીને કોર્ટથી મળી રાહત
રાઉઝ એવન્યુ કોર્ટે પાસપોર્ટ બનાવવા આપી મંજુરી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે નવા પાસપોર્ટ માટે દાખલ કરેલી અરજીને મંજૂરી આપી હતી. એટલે કે તેમને નવો પાસપોર્ટ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. રાહુલ ગાંધીએ કોર્ટને પાસપોર્ટ માટે NOC મેળવવા માટે અરજી કરી હતી. કોર્ટે ત્રણ વર્ષ માટે NOC જારી કરી છે. આ રીતે તેનો પાસપોર્ટ ત્રણ વર્ષ માટે માન્ય રહેશે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતા અઠવાડિયે અમેરિકા જવાના છે. આ પહેલા તેમણે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સામાન્ય પાસપોર્ટ માટે એનઓસીની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલની અરજીનો વિરોધ કર્યો હતો.