દેશની પ્રથમ વોટર મેટ્રો પાટા પર નહીં પણ પાણી પર ચાલશે,PM મોદી રાષ્ટ્રને કરશે સમર્પિત

0
398

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળમાં દેશની પ્રથમ વોટર મેટ્રોનું લોકાર્પણ કરશે . PM મોદી 25 એપ્રિલે દેશની પ્રથમ વોટર મેટ્રો રાષ્ટ્રને સમર્પિત કરશે. આ મેટ્રો અન્ય મેટ્રોથી ઘણી અલગ હશે. અન્ય મેટ્રો પાટા પર ચાલે છે, પરંતુ પીએમ મોદી જે મેટ્રોનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે તે પાટા પર નહીં, પાણી પર દોડશે. કેરળના કોચી શહેરમાં વોટર મેટ્રો શરૂ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી કોચીમાં વોટર મેટ્રો શરૂ થવાની અટકળો ચાલી રહી હતી, આખરે તેને મંજૂરી મળી ગઈ છે.