અખાત્રીજના દિવસે ભગવાનના જગન્નાથજીના રથની પૂજા કરાઈ

0
163

ભગવાનના જગન્નાથની 146મી રથયાત્રાની તૈયારીઓની આજથી શરૂઆત થઇ છે. અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં આ વર્ષે એક નવો ઉમેરો થવા જઈ રહ્યો છે. ત્યારે નવા રથમાં સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં જંતુઓ થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, જેમાં વર્ષોથી ચાલી આવતી રથયાત્રામાં વર્ષો જૂના રથને બદલવામાં આવ્યા છે આ વર્ષે ત્રણેય રથ નવા બનાવવામાં આવ્યા છે.ત્યારે ભગવાનના આ ત્રણેય રથની વિધિવત પૂજા કરવામાં આવી છે. દર વર્ષે અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણેય રથોની પૂજા થતી હોય છે. ત્યારે આ વર્ષે નવા બનેલા રથનું પૂજન કરવામાં આવ્યુ છે. આ પૂજામાં મુખ્ય અતિથિ તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.  જેમાં હર્ષ સંઘવીએ રથની પૂજા કરી હતી. આ વર્ષે નવા તૈયાર થયેલા ભગવાનના રથની આ પ્રથમ વખત પૂજા કરાઈ છે.