ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે તે માટે દાખલ કરવામાં આવી પીઆઈએલ
છેલ્લા ઘણા દિવસથી નવા સંસદ ભવનના ઉદ્ઘાટનની ચર્ચા દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા ચાલી રહી છે અને કેટલીક વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ સમાચાર વચ્ચે આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે . એડવોકેટ સી.આર સુકીન દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી છે . અરજીમાં કહેવામાં આવ્યું છેકે રાષ્ટપતિને સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહથી દૂર રાખવા બંધારણનું ઉલ્લંઘન છે.
ભારતીય બંધારણનું સન્માન કરવામાં આવે . સંસદએ ભારતનું સર્વોચ્ચ વિધાન મંડળ છે અને રાષ્ટ્રપતિ પાસે બંને ગૃહોની સત્તા પણ છે . હવે જોવાનુંએ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે.
અહી ઉલ્લેખનીય છેકે 28 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે અને તમામ વિપક્ષી પાર્ટીઓને સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે .
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઈવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ