HomeBreaking NewsIPLની ૪૫મી મેચમાં વરસાદનું વિધ્ન નડ્યું

IPLની ૪૫મી મેચમાં વરસાદનું વિધ્ન નડ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સે ૧૯.૨ ઓવરમાં ૧૨૫ રન ફટકાર્યા

લખનૌ ખાતે IPLની ૪૫ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જોકે, વરસાદના કારણે આ મેચનું કોઇપણ રિઝલ્ટ આવ્યું નહોતું. વરસાદના કારણે એક ઇનિંગ બાદ મેચ રદ્દ કરી દેવી પડી હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને લખનૌ સુપર જાયન્ટ્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ મેચમાં લખનૌની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ચેન્નાઈ બોલર્સની સામે લખનૌના બેટ્સમેન્સ સારું પ્રદર્શન કરી શક્ય નહોતા. લખનૌએ ૧૯.૨ ઓવરમાં ૭ વિકેટના ભોગે માત્ર ૧૨૫ રન જ બનાવી શક્યું હતું. આયુષ બદોનીએ સર્વાધિક ૩૩ બોલમાં અણનમ ૫૯ રન ફટકાર્યા હતા. ચેન્નાઈ તરફથી મોઈન અલીએ ૨, માહીશે ૨ અને પાથીરાનાએ ૨ વિકેટ ઝડપી હતી. જોકે, બાદમાં વરસાદ પડતા મેચ આગળ રમાઈ શકી નહોતી. અંતે બન્ને ટીમને ૧-૧ પોઈન્ટ આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments