રાજ્યભરમાં સેલ બ્રોડકાસ્ટ એલાર્મ સિસ્ટમનું ટેસ્ટીંગ -નાગરિકો થયા અચંબિત

1
111
રાજ્યભરમાં સેલ બ્રોડકાસ્ટ એલાર્મ સિસ્ટમનું ટેસ્ટીંગ -નાગરિકો થયા અચંબિત
રાજ્યભરમાં સેલ બ્રોડકાસ્ટ એલાર્મ સિસ્ટમનું ટેસ્ટીંગ -નાગરિકો થયા અચંબિત

આજે બરાબર 11 વાગ્યાથી રાજ્ય સરકાર દ્વારા સેલ ટેસ્ટીંગ ઓફ સેલ બ્રોડ કાસ્ટ શરુ થતાજ રાજ્યભરના મોબાઈલ ધારકો પર મેસેજ આવવાના શરુ થયા અને એલાર્મ વાગવાનું શરુ થયું. જે નાગરિકોને આ ટેસ્ટીંગ મેસેજની જાણકારી હતી તે સેમ્પલ મેસેજ વાંચીને એલાર્મને સમજી રહ્યા હતા. પણ જે નાગરિકોને આ ટેસ્ટીંગ મેસેજ કે એલાર્મ અંગેની જાણકારી ન હારી તે જાણકાર લોકોનો સંપર્ક કરીને પૂછી રહ્યા હતા. આ મેસેજની જાણકારી જોઈએ તો કુદરતી આપત્તિથી બચવા સાવચેતી અને સલામતી માટે સેલ ટેસ્ટીંગ ઓફ સેલ બ્રોડ કાસ્ટ સીસ્ટમ મોબાઈલ નંબર પર મોકલવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ નંબર પર મોકલવામાં આવી રહ્યા છે. આ અંગેના ટેસ્ટીંગ મેસેજ 11 વયથી ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત શરુ કરવામાં આવ્યા છે અને પ્રસારિત થઇ રહ્યા છે.

શું છે સેમ્પલ ટેસ્ટીંગ મેસેજ વાંચો સંપૂર્ણ માહિતી

ભારત સરકારના ટેલીકોમ્યુનીકેશન વિભાગ દ્વારા સેલ ટેસ્ટીંગ ઓફ સેલ બ્રોડ કાસ્ટ સીસ્ટમ દ્વારા મોકલવામાં આવી રહ્યા છે . મેસેજ સંદેશાઓને અવગણના હાલ પુરતી કરવી કારણકે આ મેસેજ ફક્ત ટેસ્ટીંગ મેસેજ છે . પરંતુ ભવિષ્યમાં જયારે કઈ પણ ઈમરજન્સી ઉભી થાય ત્યારે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા આ પ્રકારે મેસેજ મોકલવામાં આવશે . કટોકટી દમિયાન નાગરિકો સાવચેતી માટે એલર્ટ કરવાના હેતુ સાથે આ સીસ્ટમ શરુ કરાઈ છે અને હાલ ટેસ્ટીંગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગભરાશો નહીં, આ માત્ર એક ચેતવણી સંદેશ છે
જો તમને અચાનક તમારા મોબાઈલમાં વાઈબ્રેશનની સાથે અલગ અવાજ સંભળાય છે તો ગભરાવાની જરૂર નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા 16 ઓક્ટોબર, 2023ના રોજ તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ માત્ર એક ચેતવણી સંદેશ હશે જે તમને આપત્તિ વિશે ચેતવણી આપશે. આ મેસેજ તમને વાસ્તવિક કટોકટી વિશે સૂચવશે નહીં. આ અંગે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.

એલર્ટ સંદેશમાં શું છે?
સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલા આ ચેતવણી મેસેજમાં લખવામાં આવ્યું છે કે, “આ સેમ્પલ ટેસ્ટ મેસેજ છે જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ ભારત સરકાર દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે. કૃપા કરીને આ સંદેશને અવગણો કારણ કે તે તમારા તરફથી કોઈ કાર્યવાહી સૂચિત કરતું નથી.” આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી ઓલ ઈન્ડિયા ઈમરજન્સી એલર્ટ સિસ્ટમને લાગૂ  કરવા માટે મોકલવામાં આવ્યો છે. આ સિસ્ટમનો ઉદ્દેશ્ય જાહેર સલામતી વધારવાનો અને ઈમરજન્સી દરમિયાન સમયસર ચેતવણી આપવાનો છે.

1 COMMENT

Comments are closed.