Tesla in India: ભારતમાં આવી રહી છે ટેસ્લા કંપની, જમીન શોધવાનું કરશે શરુ  

0
414
Tesla in India
Tesla in India

Tesla in India:  અમેરિકાની ઈલેક્ટ્રીક કાર ઉત્પાદક કંપની ટેસ્લા ભારતમાં એક વિશાળ મૂડી રોકાણ માટેની યોજના સાથે ભારત આવવાની તૈયારી કરી રહ્યું છે. ખાનગી મીડિયા સમૂહ ફાયનન્શિયલ ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે ઈલોન મસ્કે ભારતમાં અલગ-અલગ 3 અબજ એટલે કે 2 અબજ 50 કરોડ 28 લાખ 68 હજાર 500 રૂપિયાના રોકાણથી ફેક્ટરી સ્થાપવા માટેની યોજના તૈયાર કરી છે. એક અહેવાલમાં આ સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો છે ટેસ્લાની ટીમ ભારતમાં જગ્યા શોધવા માટે આવી રહી છે.

Tesla in India: ભારતમાં કયા સ્થળે કંપની સ્થપાય તેવી સંભાવના

Tesla in India

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટેસ્લા ગુજરાત, મહારાષ્ટ્ર તથા તમિલનાડુ જેવા રાજ્યોને ધ્યાનમાં લેવામાં આવે તેવી પ્રબંળ સંભાવના છે. આ રાજ્યોમાં અગાઉથી જ ઓટો સેક્ટરની કંપનીઓ વ્યાપક પ્રમાણમાં છે ત્યારે તે રાજ્યો પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવી શકે છે.

Tesla in India:  ટેસ્લાનું ભારતમાં આવવાથી  શુ ફાયદો થશે

Tesla in India
  • ઉદ્યોગ જગતના નિષ્ણાતોનું માનવું છે કે ટેસ્લાના આગમનથી ભારતને અનેક મોરચે લાભ થઈ શકે છે.
  • EV સેક્ટરમાં રોકાણ વધશેઃ ટેસ્લાના આગમનથી અન્ય કંપનીઓ પણ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે.
    સ્થાનિક ઓટો પાર્ટ ઉત્પાદકોને લાભઃ ટેસ્લા તેના વાહનો માટે સ્થાનિક ઓટો પાર્ટ્સ ઉત્પાદકો પાસેથી સામાન ખરીદશે, જેથી તેમને લાભ થશે.
    રોજગારી સર્જનઃ ટેસ્લાના પ્લાન્ટથી હજારોની સંખ્યામાં લોકોને રોજગારી મળશે.

Tesla in India: ટેસ્લાનું ભારતમાં જ શા માટે રોકાણ

Tesla in India
  • અમેરિકા અને ચીનમાં માંગમાં ઘટાડોઃ ટેસ્લાના મુખ્ય બજાર અમેરિકા તથા ચીનમાં ઈલેક્ટ્રિક વાહનોની માંગમાં ઘટાડો થયો છે અને સ્પર્ધા પણ વધી છે. તેને લીધે આ કંપનીએ ત્રિમાસિક ધોરણે ડિલીવરીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવ્યો છે.
  • ભારતમાં EV બજારમાં વિશાળ તકોઃ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના બજારમાં ઝડપભેર વૃદ્ધિ થઈ રહી છે. સરકારે વર્ષ 2030 સુધી 30 ટકા કારોના ઈલેક્ટ્રિક બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે.
  • સરકારની નીતિઓઃ ભારત સરકારે તાજેતરમાં કેટલાક ઈલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેરાત કરી છે. જેમાં રોકાણ માટે કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો