Shocking! સવારે બ્રશ ન કરવાથી થઇ શકે છે આંતરડાનું કેન્સર

0
160
Shocking
Shocking

Shocking : દાંત આપણા શરીરનો મહત્વનો ભાગ છે. તેમ છતાં આપણે ઘણીવાર આપણા દાંતના સ્વાસ્થ્યને અવગણીએ છીએ. હવે એક અભ્યાસમાં સામે આવ્યું છે કે સવારે બ્રશ ન કરવાથી આંતરડાનું કેન્સર થઈ શકે છે. વાસ્તવમાં અમેરિકાના ફ્રેડ હચિન્સન કેન્સર સેન્ટરના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મોંની સ્વસ્છતા ન જાળવવાથી ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવા જીવલેણ રોગો થઇ શકે છે.આંતરડાના કેન્સરના 200 કેસોનું મૂલ્યાંકન કર્યા પછી સંશોધકોએ શોધી કાઢ્યું કે અડધા ટ્યૂમરમાં સૂક્ષ્મજીવાણુઓ હાજર હતા. આ બેક્ટેરિયા મોં દ્વારા નીચે આંતરડામાં પહોંચી ગયા હતા.

Shocking

Shocking : મોંના બેક્ટેરિયા કેવી રીતે કેન્સરનું કારણ બની શકે છે?

Shocking

Shocking : અભ્યાસ અનુસાર, પેઢા અને દાંતમાં સોજો સાથે હૃદય રોગ અને પાચનની તકલીફ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે. સંશોધકોનું કહેવું છે કે મોઢામાં અમુક પ્રકારના બેક્ટેરિયા હોવું સામાન્ય બાબત છે. જો કે, જો નિયમિત બ્રશ કરીને સાફ ન કરવામાં આવે તો તે મોટા આંતરડા સુધી પહોંચી શકે છે. આ પછી તે કેન્સરનું જોખમ વધારી શકે છે. મોઢાના બેક્ટેરિયા કેન્સર તરફ દોરી જાય છે અને આ સમય જતાં જીવલેણ સાબિત થઈ શકે છે.

Shocking : ઓરલ હેલ્થ શા માટે મહત્વપૂર્ણ છે?

નિષ્ણાતોના મતે, મોઢાના રોગો શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં દાંતની કાળજી ન લેવાથી અન્ય અંગો બીમાર થવા જેવી અણધારી સમસ્યાઓ થઈ શકે છે. Fusobacterium nucleatum તરીકે ઓળખાતા બેક્ટેરિયા કોલોરેક્ટલ કેન્સરથી પીડિત લોકો માટે સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.                                                                                                       

Shocking : તમારા દાંતને સ્વસ્થ કેવી રીતે રાખવા?

Shocking

સંશોધકો કહે છે કે દરેક ઉંમરના લોકોએ દરરોજ સવારે તેમના દાંત સાફ કરવા અને ફ્લોસ કરવા જોઈએ. આ સિવાય દાંતની કોઈપણ સમસ્યા માટે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ.             

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો