TESLA in INDIA :  ટેસ્લાની ભારતમાં એન્ટ્રીને લઈને આવ્યા મોટા સમાચાર

0
231
TESLA in INDIA
TESLA in INDIA

TESLA in INDIA : વિશ્વની જાણીતી અને મોટી કાર બ્રાન્ડ ગણાતી ટેસ્લા હવે ભારતમાં આવવાની તૈયારી કરી રહ્યું છે, ભારત સરકાર અને ટેસ્લા વચ્ચે અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે, જે લગભગ જલ્દી જ પૂર્ણ થશે. લાંબા સમયથી ભારતીય માર્કેટમાં એન્ટ્રી માટે ટેસ્લા પ્રયાસ કરી રહી છે ત્યારે હને હકારાત્મક સંકેત મળ્યા છે. અહેવાલો અનુસાર, એલોન મસ્કની ટેસ્લા ભારતમાં 30 અરબ રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે.

TESLA in INDIA : ભારતમાં કરશે 30 અરબ રૂપિયાનું રોકાણ

TESLA in INDIA

TESLA in INDIA : જેમ જેમ ભારત નવી ઈલેક્ટ્રિક વ્હીકલ નીતિનો મુસદ્દો તૈયાર કરવાની નજીક પહોંચી રહી છે તેમ ટેસ્લા ભારતમાં પ્રવેશવા અને આગામી પાંચ વર્ષમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 30 અરબ રૂપિયાનું રોકાણ કરવા માટે વાટાઘાટો કરી રહી છે.30 બિલિયન ડૉલરનું આ રોકાણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવવા, સંબંધિત ઉદ્યોગ કંપનીઓ ખોલવાથી લઈને માર્કેટિંગ અને અન્ય વસ્તુઓ પર ખર્ચ કરાશે. કંપનીના સત્તાવાર બિઝનેસ પ્લાન સાથે નજીકથી જોડાયેલા લોકોએ આ વાતનો ખુલાસો કર્યો છે.

TESLA in INDIA :  આ રોકાણમાં વ્યાપક વિકાસશીલ વિશ્વ માટે ભારતીય પ્લાન્ટમાંથી નવી નાની કારના ઉત્પાદન માટે 3બિલિયન ડોલરનું પ્રત્યક્ષ અને તાત્કાલિક રોકાણ સામેલ છે, આ ઉત્પાદન સાહસને ટેકો આપવા માટે અન્ય ભાગીદારો તરફથી 10 બિલિયન ડોલરની પ્રતિબદ્ધતા સાથે અને બેટરી ઉદ્યોગ ઇકોસિસ્ટમ માટે અન્ય 15 બિલિયન ડોલરનું રોકાણ થઈ શકે છે.

TESLA in INDIA

TESLA in INDIA : ભારત સરકાર નવી ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી તૈયાર કરી રહી છે, જે ટેસ્લા માટે નથી, પરંતુ જે ભારતમાં ઇલેક્ટ્રિક કારના બજારના ઉત્પાદન અને વિસ્તરણ માટે કરવામાં આવી રહી છે. આ નીતિ હેઠળ ટેસ્લાની વિદેશી ઉત્પાદિત ઇવી માટે આયાત ડ્યૂટીમાં છુટ આપવાની વાતને સમર્થન કરે છે. હાલના માળખામાં ડિસ્કાઉન્ટની માંગને પહોંચી વળવા કંપની તેની સ્ટાન્ડર્ડ બ્રાન્ડને મર્યાદિત સંખ્યામાં પ્રથમ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

TESLA in INDIA

ચાર્જિંગ ઇકોસિસ્ટમનું નિર્માણ અને પરીક્ષણ કરીને ભારતીય લક્ઝરી કાર માર્કેટમાં સ્પર્ધા કરવાનો ઉદ્દેશ્ય છે. આ સાથે ટેસ્લા બે વર્ષમાં પ્રથમ નાની કાર બનાવવા માટે ભારતમાં એક ફેક્ટરીમાં પણ રોકાણ કરી શકે છે, જેની ફેક્ટરી ત્રણ વર્ષમાં પૂર્ણ થશે.

તમે આ પણ વાંચી શકો છો

એલોન મસ્ક ટેસ્લા ઓટોપાયલટ ભૂલ વિશે જાણતા હતા, તેમ છતાં કાર ચલાવવાની મંજૂરી આપી હતી: ન્યાયાધીશ