Home Sports IND vs AFG   :  ભારત જીત સાથે સીરીઝ કબ્ઝે કરવા ઉતરશે મેદાને,...

IND vs AFG   :  ભારત જીત સાથે સીરીઝ કબ્ઝે કરવા ઉતરશે મેદાને, આ ખેલાડીના ટીમમાં આવવાથી મળશે જીત નિશ્ચિતની ગેરેંટી

0
671
IND vs AFG
IND vs AFG

IND vs AFG  : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ આજે  સાંજે 7 વાગ્યે રમાશે. ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. આ સીરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ જીતી હતી તેથી અફઘાનિસ્તાન માટે આજની મેચ ‘કરો યા મરો’ હશે. જયારે બીજીબાજુ ભારતની ટીમ સીરીઝ કબ્ઝે કરવા મેદાને ઉતરશે.  જો કે આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાની સ્થિતિ મજબૂત દેખાઇ રહી છે. કારણ કે આજ સુધી અફઘાનિસ્તાનની ટીમ ભારતને ટી-20 મેચમાં હરાવી શકી નથી. અફઘાનિસ્તાનની સરખામણીમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત દેખાય છે.

IND vs AFG

IND vs AFG  : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ આજે  રમાશે,  ભારત અને અફઘાનિસ્તાનની ટીમો અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં 6 વખત ટકરાયા છે. અહીં અફઘાન ટીમ 5 મેચ હારી છે અને એક મેચ અનિર્ણિત રહી છે.  એટેલે કે ભારત અફઘાનિસ્તાન સામે અજેય રહ્યું છે, ઈન્દોરની વાત કરીએ તો ભારતીય ટીમ અહીં અત્યાર સુધી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે. અહીં તેણે બે જીત મેળવી છે અને એક મેચમાં હાર મળી છે. ભારતે અહીં શ્રીલંકાને બે મેચમાં હરાવ્યું છે અને દક્ષિણ આફ્રિકા સામે એક મેચ હારી છે.

IND vs AFG  : કેવી હશે પિચ ?

IND vs AFG

ઈન્દોરના હોલકર સ્ટેડિયમની પિચ સપાટ છે, આઉટફિલ્ડ ઝડપી છે અને બાઉન્ડ્રી પણ નાની છે, જેનો અર્થ છે કે આ વિકેટ બેટ્સમેન માટે વધુ મદદરૂપ બની રહી છે. આજે પણ કંઈક આવું જ થવાનું છે. આ મેદાન પર રમાયેલી ત્રણ ટી-20 મેચોમાં બે વખત પ્રથમ બેટિંગ કરનારી ટીમે સવા બસોથી વધુ રન બનાવ્યા છે. આ મેદાન પર T20 ઈન્ટરનેશનલમાં સર્વોચ્ચ સ્કોર 260 રન છે.

IND vs AFG  : વિરાટ કોહલી વાપસી કરશે

IND vs AFG

ટીમ ઈન્ડિયા આ મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે. વિરાટ કોહલી તિલક વર્માનું સ્થાન લેશે તે લગભગ નિશ્ચિત છે. શુભમનની જગ્યાએ યશસ્વીને તક મળી શકે છે. બોલિંગમાં રવિ બિશ્નોઈની જગ્યાએ કુલદીપને પ્લેઈંગ-11માં જગ્યા મળી શકે છે અને મુકેશની જગ્યાએ આવેશને પ્લેઈંગ-11માં સ્થાન મળી શકે છે. અફઘાન ટીમમાં કોઈ ફેરફારની શક્યતા દેખાતી નથી.

 IND vs AFG : ભારતની સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ/શુભમન ગિલ, વિરાટ કોહલી, શિવમ દુબે, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ/રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ , આવેશ ખાન/મુકેશ કુમાર.

IND vs AFG : અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઈંગ-11

રહમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝઝઈ/રહમત શાહ, ઈબ્રાહીમ ઝદરાન (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જન્નત, ગુલબદ્દીન નઇબ, મુજીબ ઉર રહમાન, નવીન ઉલ હક, ફઝલહક ફારૂખી

તમે આ પણ વાંચી શકો છો

IND vs AFG : ઇશાન કિશનનો આથમતો સુરજ કે bcciનો અન્યાય

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે