ભુજમાં ભયંકર હિટ એન્ડ રન ,અકસ્માતની ઘટના CCTVમાં કેદ

0
25

ૉસમગ્ર રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે એક આવીજ હિટ એન્ડ રનની ઘટના ભુજના ભારાપર ગામે બની હતી. રાહદારીને  પૂરપાટ આવતી કારે જોરદાર ટક્કર મારી હતી.અકસ્માતમાં યુવક હવામાં ફંગોળાઈ ગયો હતો. આ અકસ્માત સર્જી કારચાલક  ફરાર થઈ ગયો હતો.  ગંભીર રીતે ઘવાયેલા 40 વર્ષીય અલાઉદ્દીન ભઠ્ઠી નામની વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફત ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં પણ કેદ થઈ છે. માનકૂવા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.