Terrible Accident: આજે વહેલી સવારે વાઘોડીયાના જરોદ ગામે પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જે કોઇ ફિલ્મના દ્વશ્યથી કમ ન હતો. જેમાં બે સામાન ભરેલી ટ્રકો વચ્ચે ટક્કર સર્જાતા બંને ટ્રક પલટી ખાતા 5 વાહનો દબાઇ ગયા હતા. જેમાં કારનો ભુક્કો નિકળી ગયો હતો અને કારચાલકનું સહિત બેના મોત નિપજ્યા છે. અકસ્માતના પગલે હાલ વડોદરા-ટોલમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ટ્રક નીચે દબાયેલા વ્યક્તિને બહાર કાઢવાની કામગીરી ચાલી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા હાલો રોડ પર આવેલા વાઘોડીયાના જરોદ ગામ પાસે એકસાથે 5 વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. આજે વહેલી સવારે સામાન ભરેલી લોડીંગ બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રક પલટી ખાઇને 5 વાહનો પડી હતી. જેમાં રિક્ષા, ઇકો અને કાર દબાઇ ગઇ હતી. ત્રણેય વાહનોનો કચ્ચરખાણ નિકળી ગયો છે.
Terrible Accident: દંપતી ચગદાયું
વડોદરા-હાલોલ રોડ પર જરોદ ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા. એકસાથે પાંચ વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઈક્કો કારનો ભૂક્કો બોલી ગયો હતો.
ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશભાઈ ભીમજીભાઈ ડોડિયા (ઉં.વ.35) અને તેની પત્ની ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું. ઇકો કાર સાથે નરેશભાઈ રોડ ક્રોસ કરતા હતા તે વખતે અકસ્માત નડ્યો હતો. હેવી લોડર ટ્રક, પાણીનુ ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર આમ 5 વચ્ચે અકસ્માત થયો હતો.
અકસ્માતની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. અકસ્માતમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં પોલીસે બે વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે.
અકસ્માતના કારણે 3થી 4 કિમીનો ટ્રાફિકજામ
અક્સમાત (Terrible Accident) મામલે જરોદ PIએ જણાવ્યું હતું કે, બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત જેને સારવાર અર્થે સીએચસી સેન્ટર જરોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્રણથી ચાર કિલોમીટરનો ટ્રાફિકજામ થયો હતો. જેને ક્લિયર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
અકસ્માતના પગલે ટ્રાફીકજામ થઇ જતાં હાલ પુરતો વડોદરા ટોલમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો